કેનેડામાં રોડ ક્રોસ કરતા સમયે ટ્રકની અડફેટે આવતા ગુજરાતી યુવકનું મોત, 9 મહિના પહેલા જ ગયો હતો વિદેશ
NRI NEWS : વિદેશમાં વધુ એક ગુજરાતીનું અકસ્માતમાં મોત થયું છે. કેનેડાના બ્રેમટનમાં રસ્તો ક્રોસ કરતા સમયે ટ્રકે ટક્કર મારતા દહેગામના શિયાવાડા ગામના મીત પટેલનું અકસ્માતે મોત થયું છે. મીત પટેલ 12મું ધોરણ પાસ કર્યા બાદ નવ મહિના પહેલા જ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. કેનેડા ગયાના થોડા જ સમયમાં તેના મોતના સમાચાર આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગાંધનગરના દહેગામના શિયાવાડા ગામનો મિત પટેલ કેનેડાના બ્રેમટન સિટીમાં રહેતો હતો. તે કેનેડામાં અભ્યાસની સાથે વોલમાર્ટમાં નોકરી પણ કરતો હતો. મીત સવારે વોલમાર્ટમાં નોકરી પર જવા નીકળ્યો તે સમયે રોડ ક્રોસ કરતા અકસ્માત સર્જોયો હતો. ટ્રકે તેને ટક્કર મારતા મિતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે ક્રેડિટ વેલી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ ફરજ પરના હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ દીકરો ગુમાવનાર શિયાગામના પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક મિતના પિતા રાકેશભાઈ પટેલ મૂળ શિયાવાડા ગામના હાલ અમદાવાદના નરોડામાં પરિવાર સાથે રહે છે.
ગત મહિને અમેરિકામાં 24 વર્ષીય ભારતીય યુવતીનું કાર અકસ્માતમાં થયું હતું મોત
માર્ચ મહિનામાં અમેરિકામાં ભારતીય મૂળની 21 વર્ષીય યુવતી અકસ્માતે મૃત્યુ પામી હતી. ન્યુયોર્કમાં કાર્યરત ભારતીય વાણિજ્ય દૂતાવાસે એક્સ પર આ અંગે જણાવ્યું હતું કે, પેન્સિલવેનિયામાં થયેલા કાર અકસ્માતમાં ભારતીય મૂળની મહિલા અર્શિયા જોશી મૃત્યુ પામી હતી. 24 વર્ષીય અર્શિયા જોશી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી.
Comments
Post a Comment