લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં યોજાશે ‘અનંત-રાધિકાનાં લગ્ન’, નીતા અંબાણીએ શરૂ કરી તૈયારી
Anant Ambani And Radhika Merchant Wedding : તાજેતરમાં જ ગુજરાતના જામનગરમાં એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટનો ભવ્યાતિભવ્ય પ્રિ-વેન્ડિંગ સમારોહ યોજાયો હતો, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, બોલિવૂડ-હોલિવૂડ સ્ટાર્સ, ખેલજગતથી લઈને મોટા રાજકારણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંબાણી પરિવારનો આ કાર્યક્રમ માત્ર દેશમાં જ નહીં વિશ્વભરમાં પણ છવાયો હતો. અનંત અને રાધિકા 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાવાના છે અને હવે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવાી છે, ત્યારે હવે અનંત-રાધિકાના લગ્ન અંગે મોટું અપડેટ સામે આવ્યું છે.
નીતા અંબાણીએ અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓ શરૂ કરી
મીડિયા અહેવાલોમાં જણાવ્યા મુજબ અનંત અને રાધિકાના લગ્ન લંડન (London) સ્થિત અંબાણી પરિવારના સ્ટોક પાર્ક એસ્ટેટ (Stoke Park Estate)માં યોજાશે. એવું કહેવાય છે કે, જે રીતે ગુજરાતના જામનગરમાં પ્રિ-વેન્ડિંગની ધમાકેદાર ઉજવણી કરાઈ હતી, તેવી જ રીતે લંડનમાં લગ્ન સમારંભ યોજાશે. બંનેના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે અને નીતા અંબાણી (Nita Ambani) તમામ એક-એક બાબત પર નજર રાખી રહ્યા છે.
300 એકરમાં ફેલાયેલું છે એસ્ટેટ
લંડન સ્થિત સ્ટોક પાર્ક એસ્ટેટની વાત કરીએ તો આ એસ્ટેટ 300 એકરમાં પથરાયેલું છે. અહીં સુંદર અને શિલ્પાકૃતિઓ તેમજ તળાવો પણ આવેલા છે. એટલું જ નહીં અહીં ઐતિહાસિક ગાર્ડન પણ છે. આ આ એસ્ટેટને ફાઈવ સ્ટાર હોટલમાં ફેરવ દેવાયું છે. અહીં 49 લક્ઝુરીયસ રૂમ આવેલા છે. તમામ રૂમમાં માર્બલના બાથરૂમ્સ છે. હોટલમાં ત્રણ હાઈ-એન્ડ રેસ્ટોરન્ટ પણ છે. 4000 સ્ક્વેર ફુટમાં પથરાયેલું જીમ અને ફિટનેસ દિગ્ગજ સ્પોર્ટ્સ હસ્તીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. ઇનડોર સ્વિમીગ પૂલ, 13 મલ્ટિ સરફેસ ટેનિસ કોર્ટ તેમ જ 27 હોલ્સ ધરાવતા ગોલ્ફ કોર્સ પણ છે. ઘણા ઓછા લોકો જાણે છે કે 1581માં આ એસ્ટેટ ઇંગ્લેન્ડની રાણીનું નિવાસસ્થાન હતું.
બોલિવૂડ હસ્તીઓને આમંત્રણ મોકલાયું
અહેવાલો મુજબ લગ્ન સમારંભ માટે ઘણી બોલિવૂડ હસ્તીઓને આમંત્રણ મોકલી દેવાયું છે. આ ઉપરાંત આમંત્રણ કાર્ડની ખાસ માહિતી પણ સામે આવી છે. જે રીતે પ્રી-વેન્ડિંગ ફંકશન માટે નવ પેજનું આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું હતું, તેનાથી પણ સ્પેશિયલ લગ્ન સમારંભ યોજાવાનો છે. જોકે લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં યોજાનાર લગ્ન સમારંભની થીમ અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.
આ મહેમાનો લગ્ન સમારંભમાં લેશે ભાગ
લગ્ન સમારંભમાં ભાગ લેનારા મહેમાનોની વાત કરીએ તો, તેમાં શાહરુખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, કેટરીના કૈફ સહિત ઘણી મોટી હસ્તીઓના નામ સામેલ છે. અન્ય મળતી વિગતો મુજબ લંડનમાં જે લગ્ન સમારંભ યોજાવાનો છે, તે પ્રી-વેન્ડિંગથી પણ વધુ લૈવિશ અને મોટા લેવલ પર યોજાવાનો છે. એવું કહેવાય છે કે, સ્ટોક પાર્કમાં કૉકટેલ અથવા સંગીત નાઈટ પણ યોજવામાં આવશે.
ગુજરાતના જામનગરમાં યોજાયો હતો ત્રણ દિવસ પ્રિ-વેન્ડિંગ કાર્યક્રમ
અગાઉ પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી અનંત-રાધિકાનો ભવ્યાતિભવ્ય પ્રિ-વેન્ડિંગ (Pre-Wedding) કાર્યક્રમ ગુજરાતના જામનગર (Jamnagar, Gujarat)માં યોજાયો હતો, જેમાં વિશ્વભરની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ માટે અંબાણી પરિવારે નવ પાનાનું આકર્ષક પ્રિ-વેન્ડિંગ આમંત્રણ કાર્ડ તૈયાર કર્યું હતું, જેમાં વોર્ડરોબ પ્લાનર, મહેમાનાના ચાર્ટર્ડ પ્લેન સહિતની તમામ માહિતી અપાઈ હતી. ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમમાં વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. તેમાં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ, માઈક્રોસોફ્ટ સ્થાપક બિલ, અંદાણી ગ્રૂપના ગૌતમ અદાણી સહિતના બિઝનેસમેનોએ હાજરી આપી હતી. આ ઉપરાંત રમત-ગમત જગતના સચિન તેંડુલકર, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, ડ્વેને બ્રાવો સહિતના ખેલાડીઓ પરિવાર સાથે આવ્યા હતા. તેમજ બોલિવૂડની ઘણી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. એટલું જ નહીં કાર્યક્રમમાં પોપ સ્ટાર રિહાના અને દિલસાંજોએ ધમાકેદાર પરફોર્મન્સ પણ કર્યું હતું.
Comments
Post a Comment