Birthday Special: નહીં મેલ, નહીં ફીમેલ, બસ એક શ્રેષ્ઠ દિગ્દર્શક હતાં ઋતુપર્ણો ઘોષ

અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2018, શુક્રવાર

આજકાલ બૉલિવૂડમાં પોતાની ફિલ્મો ચલાવવા માટે લોકો જાતજાતના અખતરા અને સ્ટન્ટ કરતાં હોય છે. ફિલ્મની વાર્તામાં ભલે કોઈ દમ ના હોય છતાં એને સો બસ્સો કરોડની લિસ્ટમાં શામેલ કરવા માટે જાતજાતના પ્રમોશન કરવામાં આવે છે.

આવા માહોલ વચ્ચે બૉલિવૂડમાં એવી ફિલ્મો બને છે જે કલાત્મક દૃષ્ટીએ ઉત્કૃષ્ટ હોય છે. પરંતુ પૂરતા પ્રમોશનના અભાવે લોકો સુધી પહોંચી નથી શકતી.. જો કે એવા પણ કેટલાક લોકો છે જે પોતાની ફિલ્મો ના ચાલતી હોવાછતાં આવી આર્ટ ફિલ્મો બનાવવાનું છોડતા નથી. આવા જ એક જાણીતા ડાયરેક્ટર છે ઋતુપર્ણો ઘોષ. 

ઋતુપર્ણો ઘોષનો અભ્યાસ
31 ઑગસ્ટ, 1963ના રોજ કલકત્તામાં જન્મેલા ઋતુપર્ણો ઘોષના પિતા પણ ફિલ્મો સાથે સંકળાયેલા હતા. એમણે પોતાનો શાળાકિય અભ્યાસ સાઉથ પોઈન્ટ હાઈસ્કૂલમાંથી કર્યો અને જાધવપુર યૂનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું.

ઋતુપર્ણો ઘોષની કારકિર્દી
ઋતુપર્ણો ઘોષે પોતાના કારકિર્દીની શરૂઆત જાહેરાતથી કરી. વર્ષ 1922માં એમણે પહેલીવાર બાળકો પર આધારિત ‘હિરેર અંગ્તિ’ (Hirer Angti) નામની એક ફિલ્મ બનાવી. એમની બીજી ફિલ્મ હતી ‘ઉનીસે એપ્રિલ’ (Unishe April) એટલે કે ‘19 એપ્રિલ’. આ ફિલ્મ માટે વર્ષ 1995માં તેમને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો.

બંગાળના આ ફિલ્મ નિર્દેશકે દહન, ઉત્સબ, ચોખેર બાલી, અસુખ, બારીવલી, અંતરમહલ અને રેનકોટ જેવી સુંદર ફિલ્મો પણ આપી છે. તેમના આ પ્રદાન બદલ એમણે અત્યાર સુધીમાં 10 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પોતાના નામે કરી લીધા છે.

ઋતુપર્ણો ઘોષને મળેલા એવોર્ડ
બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં એમની ફિલ્મ બારીવલીને નેટપૈક એવોર્ડ  (NETPAC Award) આપવામાં આવ્યો હતો.

નેશનલ ફિલ્મ એવોર્ડ

- 1995માં એમને પહેલીવાર ફિલ્મ ‘ઉનીસે એપ્રિલ’  (Unishe April)  ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

- 1998માં એમની ફિલ્મ ‘દહન’ને બેસ્ટ સ્ક્રીન પ્લે માટે નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

- 2001 માં તેમને ફિલ્મ ‘ઉત્સવ’ માટે બેસ્ટ ડાયરેક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.

- 2003 માં ઋતુપર્ણો ઘોષની ફિલ્મ ‘શુભો મુહૂરત’ ને સર્વશ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

- 2004માં આવેલી ફિલ્મ ‘ચોખેર બાલી’ સર્વશ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો.

- 2005માં આવેલી અજય દેવગન- ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મ “રેનકોટ”ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

- 2008 માં એમની ફિલ્મ ‘ધ લાસ્ટ લિયર’ (The Last Lear)ને સર્વશ્રેષ્ઠ અંગ્રેજી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મ રજૂ થઇ ત્યારે ઘણા વિવાદોમાં ફસાઈ હતી. મહારાષ્ટ્રમાં આનું ઓપનિંગ પણ ખરાબ રહ્યું હતું, ઉત્પલ દત્તના નાટક ‘આજકેર શાહજહાં’ પરથી બનેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે પ્રીટી ઝિન્ટા, અર્જુન રામપાલ, શેફાલી શાહ અને દિવ્યા દત્તાએ મહત્વના રોલ કર્યાં હતા.

- 2009માં તેમની ફિલ્મ ‘શોબ ચરિત્રો કાલ્પોનિક’ ને સર્વશ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

- 2010માં ઋતુપર્ણો ઘોષને ફિલ્મ ‘અબોહોમાન’ માટે સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં હતા. આ જ ફિલ્મને સર્વશ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો પુરસ્કાર પણ મળ્યો હતો.

ફિલ્મ ચિત્રાંગદામાં છે ખાસ વાત
31 ઑગસ્ટ 2012ના રોજ એમના જન્મદિવસે જ ચિત્રાંગદા નામની ફિલ્મ રજૂ થઇ હતી. આ એક બોલ્ડ ફિલ્મ હતી જેમાં ઘણાં અંતરંગ દૃશ્યો બતાવાયા છે. આ ફિલ્મ રવીન્દ્રનાથ ટાગોરની મુખ્ય કૃતિની સમકાલીન વ્યાખ્યા પર આધારિત હતી. ઉલ્લેખનીય છે કે તેમાં ઋતુપર્ણો ઘોષે સ્વયં મુખ્ય કોરિયોગ્રાફરનો રોલ કર્યો હતો, ફિલ્મનું કથાનક સમલૈંગિકતા પર આધારિત હતું. એક અભિનેતા તરીકે આ તેમની ચોથી ફિલ્મ હતી.

એક ડાયરેક્ટર તરીકે ઋતુપર્ણો ઘોષની ઓળખ લીકથી હટીને આર્ટ ફિલ્મો બનાવનારા ડાયરેક્ટર તરીકેની રહી છે. તેઓ પોતાની ફિલ્મોમાં સંવેદનશીલ વિષયો દર્શાવે છે. તેમની મોટાભાગની ફિલ્મોનું કથાવસ્તુ સમાજમાંથી જ લેવાયેલું હોવાથી કોઈને કોઈ પ્રશ્ન જરૂર ઉભો કરે છે.

નિધન
30 મે 2018ના રોજ સિનેમા જગતનો અમૂલ્ય સિતારો ઋતુપર્ણો ઘોષ અકાળે બુઝાઈ ગયો. ઋતુપર્ણો ઘોષનું માત્ર 49 વર્ષની વયે જ હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું. ઋતુપર્ણો ઘોષ પૅંક્રિયાસની બીમારીથી લાંબા સમયથી પીડાતા હતાં

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો