71 રૂપિય પ્રતિ ડોલરની સાથે રૂપિયામાં અત્યાર સુધીનો સૌથી વધુ ઘટાડો
નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ 2018, શુક્રવાર
અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયામાં થઈ રહેલો ઘટાડો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયો ઘટીને 71.02 ના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો. જોકે, પાછળથી થોડો સુધારો થતા 70.91 પ્રતિ ડોલર થઇ ગયો.
રૂપિયામાં ઘટાડા પાછળ ઓઈલ ઈમ્પોર્ટ્સને કારણ માનવામાં આવી રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારા પાછળ પણ આ જ કારણ માનવામાં આવી રહ્યુ છે. અમેરિકી ડૉલરની મજબૂતી વૈશ્વિક સ્તર પર અન્ય દેશોના ચલણ નબળા કરી રહ્યા છે.
બુધવારે આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું હતુ કે વિદેશી રોકાણકારોની ભારતીય બજારમાં વાપસીની સાથે ડોલરની સરખામણીએ રૂપિયો 68-70ની વચ્ચે રહી શકે છે. 2019માં રૂપિયામાં દસ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે અને એશિયાન ચલણોમાં હાલની પરિસ્થિતિ ઘણી ખરાબ છે. રૂપિયામાં ઘટાડો થતા આયાચ, વિદેશમાં અભ્યાસ અને વિદેશ પ્રવાસ મોંઘા થઇ ગયા છે.
Comments
Post a Comment