20 સેકન્ડ મોડુ થયુ હોત તો રાહુલનુ વિમાન ક્રેશ થયુ હોત
નવી દિલ્હી,તા.31.ઓગસ્ટ
કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગત એપ્રિલ માસમાં રાહુલ ગાંધી જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને વિમાનનુ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યુ હતુ.
હવે એવો ચોંકાવનારો ખુલાસો તપાસ એજન્સીના રિપોર્ટમાં થયો છે કે રાહુલ ગાંધીનુ વિમાન ક્રેશ થવાથી થોડા જ સેકન્ડ દુર રહી ગયુ હતુ.જો ટેકનિકલ ખામી પર પાયલોટે કાબૂ ના મેળવ્યો હોત તો રાહુલનુ વિમાન તુટી પડ્યુ હોત.
ડીજીસીએના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીના 10 સિટર વિમાનમાં અચાનક જ ગરબડ થઈ હતી.કદાચ પાયલોટની ભૂલના કારણએ આવુ થયુ હતુ.આ વિમાન એક તરફ ઝુકીને નીચે પડવા માંડ્યુ હતુ.વિમાને અચાનક ઉંચાઈ ગુમાવતા કટોકટી સર્જાઈ હતી.જો વિમાનના ક્રુએ 20 સેકન્ડનુ પણ મોડુ કર્યુ હોત તો કદાચ વિમાન ક્રશ થયુ હોત.
ઉલ્લેખનીય છે કે આ ઘટના બની એ પછી કોંગ્રેસે તેને કાવતરુ ગણાવ્યુ હતુ.હવે રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ કોંગ્રેસે આ રિપોર્ટને સાર્વજનિક કરવાની પણ માંગ શરુ કરી છે.
Comments
Post a Comment