દિલ્હીની વાત : સાંસદોનું બેલેન્સ વપરાયું નથી

નવી દિલ્હી તા.૩૦ ઓગસ્ટ 2018, ગુરુવાર

સાંસદોનું બેલેન્સ વપરાયું નથી

સાંસદોને'લોકલ એરિયા ડેવલેપમેન્ટ ફંડ (એમ.પી.એલ.એડી.) યોજના હેઠળ નાણાં ફાળવવામાં આવે છે. જે તેમના મતક્ષેત્રમાં વિકાસકાર્યો માટે વાપરવાના હોય છે.લોકસભા અને રાજયસભાના તમામ સાંસદોને પ્રતિવર્ષ પાંચ કરોડ રૃ મળે છે. દરેક સાંસદ તેમના મતક્ષેત્રના કલેકટરને સૂચન કરે છે કે તે અમુક વિકાસ કાર્યમાં તેનું ફંડ વાપરે. પણ સ્ટેટેસ્ટિકસ એન્ડ પ્રોગામ ઇમ્પ્લીમેન્ટેશન મંત્રાલયે આપેલી માહિતિ અનુસાર રૃ.૧૨૦૦૦ કરોડ, જે ૨૦૦૪માં લોકસભા રચાઈ ત્યારે સાંસદોને ફાળવવામાં આવ્યા હતા ત્યારથી અત્યાર પર્યન્ત તે વણવાપર્યા હજી એમને એમ પડયા છે.

જિલ્લા સત્તાવાળાઓ પર દોષારોષણ

અહેવાલમાં જાણવા મળ્યું છે કે આમ બનવાનું મહદઅંશે કારણ એ હોય છે કે જિલ્લા સત્તાવાળાઓ તેનો યોગ્ય ઉપયોગ કે વિકાસ કાર્યોમાં તેનો યોગ્ય ઉપયોગ કરતી નથી. નાણાં નહીં વાપરનારા સાંસદોની યાદીમાં ઉ.પ્રદેશ મોખરે છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન અને મ.પ્રદેશ ત્યારબાદ ક્રમાનુસાર આવે છે. મંત્રાલયે તેમના રાજ્યકક્ષાના અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા ચર્ચા થઈ હતી. તેમ સૂત્રોએ માહિતિ આપી હતી.

ભાજપ વિરૂધ્ધ વિપક્ષ

રાજકીય વર્તુળોમાં એવો મત વિકસી રહ્યો છે કે ભાજપ હાલ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના મોડ પર છે. જયારે વિપક્ષ તેમાં પાછળ છે. વડાપ્રધાન અને પક્ષના વડા અમિત શાહે પ્રભુના મુખ્ય પ્રધાનોની બેઠક યોજી હતી. જ્યારે વિપક્ષ હજી ભાજપ વિરોધી ગઠબંધન રચવા અને તેના સર્વમાન્ય નેતા ખોળી કાઢવા ફાંફા મારે છે. ભાજપ પાંસે વ્યવસ્થિત પ્રચાર તંત્ર છે. જયારે વિપક્ષને સંસાધનોનો અભાવ પીડે છે.

કેટલાક પ્રશ્નો

રાજકીય નિરિક્ષકોના મતે, વિપક્ષમાત્ર ભાજપ પર કેટલાક મુદ્દે હુમલાઓ કરે છે, તેનાથી ધાર્યું પરિણામ મેળવી શકાશે નહીં. તેમણે લોકો સામે એ બાબત મુકવી જરૃરી છે કે, જે સમસ્યા છે, તેનો તેઓ સત્તામાં આવે તો ક્યા પ્રકારે ઉકેલ લાવશે.

પવાર સામે કપરૂં ચઢાણ

એન.સી.પી. વડા શરદ પવારે એવી આશા વ્યકત કરી છે કે કોંગ્રેસ અને તેમની વિરોધી રાજકીય પાર્ટીઓ વચ્ચે જ તફાવત છે તે ઉકેલી શકાશે. તેઓ, તેના નેતાઓનો જલ્દી સંપર્ક કરવા પ્રયાસરત છે. પવાર હાલ તો ભાજપને પછાડવા રાજ્ય મુજબના વિપક્ષોને પ્રાધાન્ય આપવા પ્રયાસ કરે છે. જેથી ૨૦૧૯માં ભાજપને હરાવી શકાય. પણ તેમણે કહ્યું કે હું જાણું છું કે તેમની વચ્ચે મતભેદો છે તે દુર કરવા ધારીએ તેટલું સહેલું નથી.

'કેરીયર નેશનલીસ્ટ'

રફાલે સોદાના ટિકાકાર હોવાના કારણે નાણાં પ્રધાન અરૃણ જેટલીએ, તેમના પક્ષનાંજ સાથીઓ અને પૂર્વ નાણાં પ્રધાનો યશવંત સિંહા અને અરૃણ સૂરીને 'કેરીયર નેશનલીસ્ટ કહયા હતા.' તે બન્નેએ ચાલુ મહિનાના પ્રારંભે રફાલે સોદા અંગે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

વાજપેયી પર ધ્યાન

દિલ્હીમાં ચાલી રહેલા ૨૪માં પુસ્તક મેળામાં હાલ પૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન વાજપેયીએ લખેલા પુસ્તકો પર સૌનું ધ્યાન કેંદ્રિત થયેલું છે. મેળાના પ્રથમ ત્રણ દિવસમાં, વાજ્યેપીએ લખેલા પુસ્તકો લાવવા પડયા હતા. લોકો હાલ વાજપેયી અંગે જાણવા ઉત્સુક છે. તેમ પુસ્તક વિક્રેતાઓનો મત છે.

નકસલવાદના પુસ્તકો

સૂત્રોના મતે દિલ્હી યુનિવર્સિટીએ બે પુસ્તકો હટાવવા સૂચન કર્યું છે. જેમાં એક નંદિની સુંદરનું પુસ્તક 'સબલટ્રાંસ એન્ડ સોવેરિન્સ' અને અર્ચના પ્રસાદના પુસ્તક 'અગેઇન્સ્ટ ઇકોલોજીકલ રોમાન્ટિસિઝમ'નો સમાવેશ થાય છે. તેના કારણો એ છે કે આ પુસ્તકો નકસલવાદની ગોપીત પ્રસંશા કરવા સાથે આદિવાસીઓની ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિને વ્યાજબી ઠરાવવા પ્રયાસ કરે છે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો