એશિયન ગેમ્સઃ ગોલ્ડ જિતનાર ડાંગ એક્સપ્રેસ સરિતાને ગુજરાત સરકાર આપશે એક કરોડ

અમદાવાદ,તા.31.ઓગસ્ટ

ઈન્ડોનેશિયામાં રમાઈ રહેલી એશિયન ગેમ્સની 400 મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ગુજરાતની ગોલ્ડન ગર્લ અને ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે એક કરોડનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે.

ગુજરાતને ગૌરવ અપાવનાર આ એથલેટ સાવ સામાન્ય આદિવાસી પરિવારમાંથી આવે છે.સરિતાના પિતા ખેતી કરીને ગુજરાન ચલાવે છે.સાવ કાચા ઘરમાં સરિતા રહે છે.સરિતા જે વિસ્તારમાં રહે છે ત્યાં વીજળી અને પાણીના પણ ફાંફા છે.ત્યારે હવે તેને તેની મહેનતનુ ફળ આખરે મળ્યુ છે.

સરિતાને સ્થાનિક ધારાસભ્યે એક મહિનાનો પગાર પણ ઈનામમાં આપવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે સરિતા અને અન્ય ત્રણ ભારતીય મહિલાઓએ રીલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.આ ટીમમાં આસામની હિમા દાસ પણ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો