નોટબંધી મોટુ કૌભાંડ, ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓને સીધો ફાયદો: રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 30 ઓગસ્ટ 2018 ગુરૂવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધી અને રાફેલ ડીલ પર હલ્લા બોલ કર્યો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લેતા કહ્યું કે PM એ નોટબંધી શા માટે? દેશના ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓને સીધો ફાયદો પહોંચાડવા માટે! 

કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબધી પર સરકારને તેનો પક્ષ રાખવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. બુધવારે તેમણે  નોટબધી પર સરકારનું શુ કહવું છે ?

આ અગાઉ રાહુલ ગાંધીએ ટવીટ કરી જેટલી પર નિશાન સાંધ્યુ હતું. તેમણે કહ્યું હતું કે ડિયર મિસ્ટર જેટલી તમારી પાસે ફકત છ કલાક છે. 

રાફેલ ડીલ પર રાહુલ ગાંધીનું હલ્લાબોલ

- PM મોદી રાફેલ ડીલ પર ખુલાસો કરે

- અનિલ અંબાણી ખોટમાં ચાલી રહ્યાં છે.

- 500 કરોડના યુદ્ધ વિમાન 1600 કરોડમાં કેમ ખરીદ્યા

- HALને કોન્ટ્રાક્ટ કેમ નહીં

- PM મોદી જુઠ્ઠાણુ ફેલાવી રહ્યાં છે

- JPC પર અરૂણ જેટલી એક શબ્દ બોલ્યા નહી

- નોટબધી બહુ મોટો ઘોટાળો હતો.

- માફી ત્યારે માંગવામાં આવે છે જયારે ભૂલ હોય. વડાપ્રધાન મોદીએ ભૂલ નહી જાણી જોઈ ને આવુ કર્યુ છે.

- વડાપ્રધાન એ નોટબધી શા માટે કરી ? તેમના સૌથી મોટા ઉધ્યોગપતિઓ પાસેથી બેન્કના પૈસા લીધા હતા વડાપ્રધાનને તમારા ગજવા માંથી પૈસા નિકાળીને કોની કેપિટલિસ્ટના ગજવામાં મોકલ્યા. નોટબધીથી કાળા નાણાને સફેદ કર્યુ છે.

- અનિલ અંબાણીને હવાઈ જહાજ નથી બનાવ્યું. અનિલ અંબાણીએ થોડા દિવસ પહેલા જ કંપની ખોલી છે. બીજી તરફ 70 વર્ષમાં એક કંપની હવાઈ જહાજ બનાવી રહી છે. જે હવાઈ જહાજ  520 કરોડનું હતુ. તેને 1600 કરોડમાં શા માટે ખરીદયું ?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો