મોબાઇલ બેન્કિંગ ટ્રાન્ઝેકશન્સ બે લાખ કરોડની નજીક પહોંચ્યા
વર્ષમાં પ્રથમ વખત મોબાઇલ બેન્કિંગ ચેનલ દ્વારા થતાં સોદાઓનું મૂલ્ય બે લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. જુનમાં મોબાઇલ બેન્કિંગ ટ્રાન્ઝેકશન્સનું મૂલ્ય ૧.૯ લાખ કરોડે હતુ અને તે મે ૨૦૧૭ પછી સૌથી વધારે હતુ, જ્યારે ૨.૧૩ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન્સ નોંધાયાનો અહેવાલ હતો.
મે ૨૦૧૭ના ડાઉનટ્રેન્ડ પછી સપ્ટેમ્બરથી તેમા વધારાનો પ્રારંભ થયો હતો. આ વર્ષે એપ્રિલમાં મોબાઇલ ટ્રાન્ઝેક્શન્સનું મૂલ્ય ૧.૩ લાખ કરોડ હતુ અને તે મેમાં વધીને ૧.૮ લાખ કરોડ થયુ હતુ, તેમ રિઝર્વ બેન્કે જારી કરેલા આંકડા દર્શાવે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ગ્રાહકો પાસે હવે અનેકવિધ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ હોવાથી તેના મૂલ્ય અને વોલ્યુમ બંનેમાં વધારો થયો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ગૂગલ તેઝ સપ્ટેમ્બર ૨૦૧૭માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) પ્લેટફોર્મ પર સપ્ટેમ્બર ૨૦૧૭માં જોડાયું હતું. હવે ફ્લિપકાર્ટનું એપ ફોનપે શરૂ થયુ છે. પેટીએમ પેમેન્ટ બેન્ક નવેમ્બર ૨૦૧૭માં લોન્ચ કરવામાં આવી હતી, તેણે જાન્યુઆરી ૨૦૧૭માં ૪.૭ કરોડ ટ્રાન્ઝેકશન્સ નોંધ્યા હતા, જે મોબાઇલ બેન્કિંગ દ્વારા થતા બધા વ્યવહારોમાં ૨૨ ટકા હિસ્સો ધરાવે છે.
જુનમાં મોબાઇલ બેન્કિંગ ટ્રાન્ઝેકશન્સના બેન્ક દીઠ આંકડા ઉપલબ્ધ નથી ત્યારે જાન્યુઆરી ૨૦૧૮ સુધીના આંકડા સૂચવે છે કે વોલ્યુમમાં વૃદ્ધિનું કારમ પેટીએમનું તેની પેમેન્ટ બેન્કમાં થયેલું રૂપાંતર છે. કુલ ૪.૨ કરોડ વ્યવહારો અને વોલ્યુમમાં ૧૯.૫ ટકા હિસ્સા સાથે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મોબાઇલ બેન્કિંગ ટ્રાન્ઝેકશન્સમાં પેટીએમને અનુસરી રહ્યું છે.
ભારત ઇન્ટરફેસ ફોર મની (ભીમ) એપના ડિજિટલ પેમેન્ટ્સના ઉપયોગમાં વધારો કરવા માટે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (એમઇઆઇટીવાય) ટૂંક સમયમાં વેપારીઓ માટે કેશબેક સ્કીમ શરૂ કરશે, તેના લીધે તેના પરથી થતા રિપિટ ટ્રાન્ઝેકશન્સ પણ કેશબેક મેળવવા માટે પાત્ર થશે.
અગાઉની ભીમ કેશબેક સ્કીમ જે બંધ કરવામાં આવી હતી તેમા વેપારીઓને ૨૦ યુનિક ટ્રાન્ઝેકશન્સ માટે એક હજાર રૂપિયા સુધીની કેશબેક મળતી હતી. પણ હવે કોઈપણ વેપારી માટે દર મહિને ૨૦ અનોખા ટ્રાન્ઝેકશન્સ મેળવવા તે અઘરું કાર્ય હોવાથી આ સ્કીમને ઇચ્છનીય પ્રતિસાદ મળ્યો ન હતો.
તેના પગલે હવે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ વેપારીઓની કેશબેકની આવૃત્તિમાં વધારો થાય તે પ્રકારની યોજના સાથે આવ્યુ છે. પ્રારંભમાં આ યોજના અમુક વ્યવહારો સુધી જ હશે, પણ પછી તેમા મળનારી સફળતાના આધારે તેનો વ્યાપ વધારવામાં આવી શકે છે. સરકારનું આ પ્રકારની યોજના પાછળનું ધ્યેય તે વેપારીઓના મોટાભાગના નાણાકીય વ્યવહારોને ભીમ એપ હેઠળ આવરી લેવા માંગે છે. આ પ્રકારના નાણાકીય વ્યવહાર પરથી વેપારીઓના રિટર્ન સાથે અસમતુલા હોય તો તરત જ ચકાસણી કરી શકાય છે. તેથી સરકાર વધુને વધુ વેપારીઓને ભીમ એપ હેઠળ આવરી લેવા માટે કમર કસી રહી છે.
ઇ-કોમર્સ અંગે વાણિજ્ય સચિવના નેજા હેઠળના ટાસ્ક ફોર્સે કરેલી ભલામણોને લઈને વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ભારે વિરોધ જેવી સ્થિતિ છે. ટાસ્ક ફોર્સની દરખાસ્તો જ નહીં પણ તેણે બીજા વિભાગોને નીતિગત ફેરફારો કરવા આપેલી સૂચનાથી પણ મંત્રાલયો અને વિભાગો અકળાયા છે, તેમ સરકારના વરિ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકારની પરિસ્થિતિમાં પીએમઓ વાણિજ્ય મંત્રાલયના બદલે કેબિનેટ સચિવ કે નીતિ આયોગને સાંકળી શકે છે, જે વિવિધ વિભાગોને સાંકળતી ઇ-કોમર્સ નીતિને એક વખત મંજૂરી મળ્યા પછી તેના અમલ પર નજર રાખે. પીએમઓએ ગયા સપ્તાહે જ વિવિધ વિભાગો વચ્ચે ઇ-કોમર્સ પોલિસીને લઈને બેઠકનું આયોજન કર્યુ હતુ. આ નીતિગત માળખા અંગે પીએમઓનો શબ્દ આખરી હશે.
આ ડ્રાફ્ટ પોલિસી વાસ્તવમાં વાણિજ્ય મંત્રાલયની પહેલ હતી. ટાસ્ક ફોર્સની ભલામણનો આધાર ઉદ્યોગની કંપનીઓ સાથે વાતચીત હતા અને તેણે ઇ-કોમર્સ પરની થિન્ક ટેન્કને આ અહેવાલ સુપ્રદ કર્યો હતો. તેના વડા તરીકે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુ છે. પ્રારંભિક ડ્રાફ્ટ પોલિસીના વિરોધને ધ્યાનમાં લેતા પ્રભુએ તેમા વધારે વાતચીત માટે કહ્યું છે.
વિભાગના બીજા અધિકારીએ જણાવ્યું હતુંકે કોઈપણ વિભાગે સર્વગ્રાહી ઇ-કોમર્સ નીતિ સામે સવાલ ઉઠાવવાની જરૂરિયાત સમજી નથી, પરંતુ તેમની ચિંતા મુખ્યત્વે બે મોરચે છે. પ્રથમ તો તેમના હસ્તકની નીતિઓ અંગે બીજો કોઈ વિભાગ કે ટાસ્ક ફોર્સ નક્કી નહીં કરે, બીજું વાણિજ્ય વિભાગને બીજા વિભાગોને કામ આપવાની સત્તા નથી.
પ્રસંગપટ
Comments
Post a Comment