J&K: આતંકવાદીઓએ પોલીસકર્મીઓના 9 પરિજનોનું અપહરણ કર્યું
શ્રીનગર, તા.31 ઓગસ્ટ 2018, શુક્રવાર
જમ્મૂ-કાશ્મીરમાં સેનાની આક્રમક કાર્યવાહીથી આતંકવાદીઓમાં હતાશા જોવા મળી રહી છે. આતંકવાદીઓ આમ જનતા અને સેનાને ટાર્ગેટ કર્યા બાદ હવે પોલીસ કર્મચારીઓના પરિજનોને નિશાન બનાવી રહ્યાં છે.
શુક્રવારે શાંતિ ડોહળવા માટે આતંકવાદીઓ બેફામ બની દસ લોકોના અપહરણ કર્યા છે. જેમાં પોલીસ અધિકારીઓના પુત્ર-ભાઇ સામેલ છે. પોલીસે આતંકવાદીઓને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા બે દિવસમાં કુલ દસ લોકોના અપહરણ થયા છે જેમાંથી નવના અપરહરણ તો છેલ્લા 24 કલાકમાં કરવામાં આવ્યાં છે.
1. જુબૈર અહમદ ભટ્ટ, પોલીસ કર્મચારી મોહમ્મદ મકબૂલ ભટ્ટના પુત્ર
2. આરિફ અહમદ, એસએચઓ નાઝિર અહમદનો ભાઇ
3. ફૈઝાન અહમદ, પોલીસ કર્મચારી બશીર અહમદના પુત્ર
4. સુમૈર અહમદ, પોલીસ કર્મચારી અબ્દુલ સલામનો પુત્ર
5. ગૌહર અહમદ, ડીએસપી એઝાઝનો ભાઇ
6. ડીએસપી મોહમ્મદ શાહિદનો ભત્રીજો
7. પુલવામા માંથી એક પોલીસ કર્મચારીના ભાઇ
8. ત્રાલમાંથી એક પોલીસ કર્મચારીના પુત્રનું અપહરણ
9. અન્ય એક પોલીસ કર્મચારીના પુત્રાનું અપહરણ કરવામાં આવ્યું છે.
જોકે હાલ પોલીસે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. પોલીસે માત્ર એટલુ જ કહ્યું છે કે, તે અપહ્યત કરવામાં આવેલાઓના રિપોર્ટની જાણકારી મેળવી રહી છે. જ્યાં આતંકવાદીઓએ દસ લોકોનું અપહરણ કર્યું છે તો બીજી તરફ સેનાએ દસ આતંકવાદીઓની હિટલિસ્ટ પણ બહાર પાડી છે.
ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ આ ઘટનાને એવા સમયે અંજામ આપ્યો છે જ્યારે NIAએ વોન્ટેડ સૈયદ સલાઉદ્દીના બીજા પુત્રની ધરપકડ કરી છે. NIA એ ગુરૂવારની સવારે શ્રીનગરમાંથી હિઝબુલ મુઝાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીના મોટા પુત્ર સૈયદ શકીલ અહમદને તેના ઘરમાંથી ધરપકડ કરી છે. આ ધરપકડ આતંકવાદી ફંડિગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
Comments
Post a Comment