દેશને મળ્યા બે નવા કેન્દ્રશાસિત પ્રદેશો

નવી દિલ્હી, તા.31 ઓકટોબર 2019, ગુરૂવાર

અખંડ ભારતની કલ્પના સેવનારા દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીએ આજે 31 ઓક્ટોબરે દેશને બે નવા કેન્દ્રશાસિત પ્રદેશો મળ્યા છે. એ છે જમ્મુ અને કશ્મીર.

1947માં દેશ આઝાદ થયો ત્યારથી ખાસ દરજ્જો ભોગવતા જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો રદ  કરતો નિર્ણય કેન્દ્ર સરકારે આ વર્ષના ઑગસ્ટની પાંચમીએ લીધો હતો. જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરીને કેન્દ્ર સરકારે આ બંને પ્રદેશોને કેન્દ્રશાસિત બનાવ્યા હતા.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

કેન્દ્રના આ નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચાલુ માસની 9મીએ બહાલી આપી હતી. જમ્મુ કશ્મીર પુનર્રચના ધારાનો અમલ 31 ઓક્ટોબરથી એટલે કે આજથી કરવાનો હતો.

આજથી જમ્મુ અને કશ્મીર બંને કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા છે.

પુડુચેરીની જેમ જમ્મુ કશ્મીરમાં વિધાનસભા હશે જ્યારે લદ્દાખ ચંડીગઢની જેમ વિધાનસભા વિનાનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે. છેલ્લા બે અઢી માસથી આ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપવા કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા જે ધીરે ધીરે રદ કરાઇ રહ્યા હતા.

આજથી જમ્મુ અને કશ્મીર બંને વિસ્તારો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા છે. દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લાગણીવશ થઇને 370મી કલમ લાદી હતી એ રદ થતાં હવે આ બંને વિસ્તારનો ખાસ દરજ્જો નાબૂદ થયો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો