દિલ્હી-NCRની હવા ઝેરીલી બની, જોખમી સ્તરે પહોંચ્યુ પ્રદૂષણ
નવી દિલ્હી, તા. 30 ઓકટોબર 2019, બુધવાર
દેશની રાજધાની દિલ્હીમા હવાનું પ્રદૂષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. હવા ઝેરી બનતી જાય છે. જે ચિંતાજનક બાબત છે.
દિલ્હી-એનસીઆરની હવા બુધવારે સવારે વધુ માત્રામા ઝેરી બની ગઈ હતી. પંજાબ અને હરિયાણામા પરાલી સળગાવવાની ઘટનાઓમા વધારો થવાના કારણે દિલ્હીમા પ્રદુષણનું સ્તર ભયાનક સ્તરે પહોંચી ગયું છે.
એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડાઓ મુજબ દિલ્હીના લોધી રોડ વિસ્તારમા પીએમ 2.5, 500 પર પહોંચી ગયુ છે. જે ખતરનાકની શ્રેણીમા આવે છે. આ સિવાય પીએમ-10, 379 પર પહોંચી ગયુ. જે બહુ ખરાબ શ્રેણીમા ગણાય છે.
નોઈડાનો એર ક્વોલીટી ઇંડેક્સ 535 પર પહોંચી ગયો છે. જ્યારે ગુરૂગ્રામમા પણ શ્વાસ લેવાનું જોખમી બની ગયુ છે. ગુરૂગ્રામનો એર ક્વોલીટી ઈન્ડેક્સ 384 થયો છે.
જોકે પંજાબ અને હરિયાણામા પરાલી ફોડવાની ઘટનાઓમા ખૂબ વધારો થયો છે. જે પરાલી સળગાવવામા થયેલો વધારો દર્શાવે છે.
એર ક્વોલીટી કંટ્રોલ ચેક કરનાર મોબાઈલ એપ દ્વારા જાહેર કરેલા રિપોર્ટમા કહેવામા આવ્યુ છે કે છેલ્લા 24 કલાકો દરમ્યાન પંજાબ અને હરિયાણામા પરાલી સળગાવવાની ઘટનાઓ 1654થી વધીને 2577 સુધી પહોંચી ગઈ છે.
આ સિવાય હવાની દિશા દિલ્હી તરફ છે જેના કારણે પ્રદુષણ વધી રહ્યુ છે. 1 નવેમ્બરના રોજ હવાની દિશા બદલાઈ શકે છે, જેનાથી પ્રદુષણમા ઘટાડો થઈ શકે છે.
Comments
Post a Comment