J&K: વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ પાસેથી સરકારી બંગલો છીનવાયો
શ્રીનગર, તા. 29 ઓક્ટોબર 2019 મંગળવાર
વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સદસ્ય ગુલામ નબી આઝાદને શ્રીનગરના VVIP ઝોનમાં મળેલો બંગલો છોડવો પડ્યો. આ સરકારી બંગલા જમ્મુ-કાશ્મીરના તમામ પૂર્વ મુખ્યમંત્રીઓને રહેવા માટે આપવામાં આવતા હતા જેનું ભાડુ લેવાતુ નહોતુ પરંતુ કલમ 370 અને 35A હેઠળ રાજ્યને મળેલો વિશેષ દરજ્જો રદ કર્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
આઝાદ નવેમ્બર 2005થી જુલાઈ 2008 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી અત્યાર સુધી ગુપકર રોડ પર સ્થિત જે એન્ડ કે બેન્કનુ ગેસ્ટહાઉસ તેમને સરકારી આવાસ તરીકે મળ્યુ હતુ. જોકે આઝાદ શ્રીનગરમાં રહેતા નથી.
જે એન્ડ કે બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે અમને કહેવામાં આવ્યુ છે કે મુખ્યમંત્રીએ અમારા ગેસ્ટ હાઉસ ખાલી કરી દીધા છે પરંતુ વહીવટીતંત્રએ અત્યારે અમને પ્રૉપર્ટી સુપરત કરી નથી.
પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા 5 ઓગસ્ટથી નજરકેદ છે. ગુપકર રોડ પર આ બંનેની પાસે પણ મોટા સરકારી બંગલા છે. આ બંનેએ આ બંગલા 1 નવેમ્બર સુધી ખાલી કરવા પડશે. રાજ્ય સંપત્તિ વિભાગે આ મકાનોમાં હાજર સરકારી વસ્તુઓ, ફર્નીચર વગેરેની યાદી બનાવી લીધી છે.
Comments
Post a Comment