રિયાધ: વિશ્વ કલ્યાણનો માર્ગ શોધવો જરૂરી છે: PM મોદી

રિયાધ, તા. 30 ઓકટોબર 2019, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદીમા યોજાયેલા FII ફોરમને સંબોધિત કરતા કહ્યુ કે, આ ફોરમનો ઉદે્શ્ય માત્ર અહિંયાના અર્થતંત્રની ચર્ચા કરવાનો નથી, પરંતુ વિશ્વમા ઉભરતા બજારોને  સમજવાનું અને એમાં વિશ્વ કલ્યાણના માર્ગને શોધવાનો પણ છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, તેઓ બિઝનેસ ફ્રેન્ડલી સરકાર આપવા માટે પ્રતિબંધ છે. ભારતે હવેના પાંચ વર્ષમા પોતાની ઈકોનોમીને બે ગણી કરીને 5 ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યુ  છે.

આજે ભારતમા અમે વિકાસને ગતિ આપવા માંગીએ છીએ, તો અમારે ઉભરતા બજારોને સમજવા પડશે. આજે ભારત દુનિયાના ત્રીજુ મોટુ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ગયુ છે. અમારા  કેટલાય સ્ટાર્ટઅપ વૈશ્વિક સ્તરે રોકાણ કરવા લાગ્યા છે. 

વડાપ્રધાન મોદીએ આગળ જણાવતા કહ્યુ કે, આજે હું તમને ગ્લોબલ બિઝનેસને પ્રભાવિત કરનાર પાંચ મોટા ટ્રેન્ડ વિશે વાત કરવા માંગીશ. આજે ભારતમા સંશાધન અને વિકાસથી લઇને  ટેક-ઇન્ટરપ્રેન્યોરશિપની એક ઈકો-સિસ્ટમ તૈયાર થઈ રહી છે. 

અમારા આ જ પ્રયત્નોના પરિણામો પણ આવવાના શરૂ થઈ ગયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરે એક તક ફાયદાકારક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો બિઝનેસ રોકાણ કરવા માટે વ્યાપક પ્રમાણમા તક આપે છે. તો  બીજી તરફ બિઝનેસની વૃદ્ધિ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે.

વન નેશન વન પાવર ગ્રિડ, વન નેશન વન ગેસ ગ્રિડ અને વન વોટર ગ્રિડ, વન નેશન વન મોબિલિટી કાર્ડ, વન નેશન વન ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક જેવા અનેક પ્રયાસોથી અમે  ભારતના ઇન્ફ્રાસ્ટકચરને ઇન્ટિગ્રેડ કરી રહ્યા છીએ. 

ભારતમા ગેસ અને તેલના ઇન્ફ્રાસ્ટકચરમા મોટી માત્રામા રોકાણ વધી રહ્યા છે. વર્ષ 2024 સુધી અમારા રિફાઇનિંગ, પાઇપલાઇન્સ, અને ગેસ ટર્મિનલમા 100 અબજ ડોલર સુધીના  રોકાણનું લક્ષ્ય છે. પાછળના પાંચ વર્ષમા કેટલાય સુધારા કર્યા છે, ભારતમા 286 અબજ ડોલરના FDIમા રોકાણ થયું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો