PM મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમદાવાદ, તા.31 ઓકટોબર 2019, ગુરૂવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે અખંડ હિન્દુસ્તાન માટે અથાક પ્રયાસો કરનારા દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી નિમિત્તે કેવડિયા જઇને સ્ટેચ્યુ ઑફ યુનિટીને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે સરદારની 144મી જયંતી છે.

2014માં પહેલીવાર કેન્દ્રમાં ભાજપની સરકાર સ્થપાઇ ત્યારથી કેન્દ્ર સરકાર 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઓળખાવે છે. આજે  વડા પ્રધાન ગુજરાત રાજ્યમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવાના છે. સૌથી પહેલો કાર્યક્રમ સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવાનો હતો. ત્યારબાદ વડા પ્રધાન રાષ્ટ્રીય એકતા દિન પરેડમાં હાજરી આપશે. ત્યારપછી ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન સાઇટની મુલાકાત લેશે. કેવડિયામાં સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ સાથે વિચારવિનિમય પણ કરશે.

ઓક્ટોબર માસની મન કી બાતમાં વડા પ્રધાને 31 ઓક્ટોબરે યોજાનારી એકતા પરેડમાં મોટી સંખ્યામાં સહભાગી થવાની હાકલ દેશવાસીઓને કરી હતી. દેશના વિવિધ રાજ્યોના લોકો વચ્ચે સદ્ભાવ અને ભાઇચારો સ્થપાય એવી ભાવનાથી આ એકતા પરેડ યોજવાની જાહેરાત કરાઇ હતી.

પાટનગર નવી દિલ્હીમાં યોજાનારી એકતા પરેડનું ઉદ્ઘાટન ગૃહ પ્રધાન અમિત શાહ કરવાના છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો