દિલ્હીની વાત : રાજને મહિના પછી નિર્મલાને સણસણતો જવાબ આપ્યો


રાજને મહિના પછી નિર્મલાને સણસણતો જવાબ આપ્યો

નવી દિલ્હી,તા.31 ઓક્ટોમ્બર 2019, ગુરુવાર

નિર્મલા સીતારામને કરેલા આક્ષેપનો રઘુરામ રાજને લગભગ એક મહિના પછી જવાબ આપ્યો છે. નિર્મલાએ રાજન રીઝર્વ બેંકના ગવર્નર હતા એ સમયકાળને દેશની જાહેર ક્ષેત્રની બેંકો માટે સૌથી ખરાબ સમય ગણાવ્યો હતો. રાજને જવાબ આપ્યો છે, મારા કાર્યકાળમાંથી બે તૃતિયાંશ સમય તો ભાજપનું શાસન હતું. રાજને કહ્યું છે કે, મેં બેંકોમાં ખરાબ લોન મુદ્દે સાફસૂફી શરૂ કરેલી પણ એ કામ પૂરું થાય એ પહેલાં તો મારે વિદાય થઈ જવું પડયું.

મોદી સરકાર ૨૦૧૪માં રચાઈ તેના સવા બે વર્ષ સુધી રાજન રીઝર્વ બેંકના ગવર્નર હતા. એ દરમિયાન દેશ આથક રીતે પ્રગતિ કરતો હતો તેથી ભાજપે ખરાબ લોનનો મુદ્દો કદી નહોતો ઉઠાવ્યો. હવે દેશની આથક હાલત ખરાબ છે ત્યારે ભાજપ બલિના બકરા શોધે છે તેથી આ પ્રકારની કોમેન્ટ્સ કરે છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

અત્યારે અમિત શાહના ટ્વિટર એકાઉન્ટ પર પ્રોફાઈલ પિક્ચર તરીકે વિનાયક દામોદાર સાવરકર ઉર્ફે વીર સાવરકરનું ચિત્ર મૂકાયેલું છે. સાથે સાથે સાવરકરની માતૃભૂમિ વિશેની ચાર પંક્તિ પણ મૂકાયેલી છે. ભાજપે મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરામાં સાવરકરને ભારતરત્ન આપવાનું વચન આપ્યું ત્યારે જ શાહનો સાવરકર પ્રેમ છતો થઈ ગયેલો. હવે સાવરકરની તસવીર મૂકીને તેમણે સ્પષ્ટકરી દીધું છે કે, ભાજપનો સાવરકરપ્રેમ શાહની વિચારધારાને આભારી છે.

સોશિયલ મીડિયા પર આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ભાજપ એક તરફ ગાંધીજી અને સરદાર પટેલની વિચારધારાની વાતો કરે છે ને બીજી તરફ ખુલ્લેઆમ સાવરકરની તરફેણ કરે છે. આ સંજોગોમાં ભાજપનો અસલી ચહેરો શું એ સવાલ પણ પૂછાઈ રહ્યો છે. ગાંધીજી અને સરદાર પટેલ બિનસાંપ્રદાયિક ભારતના તરફદાર હતા જ્યારે સાવરકર હિંદુ રાષ્ટ્રના તરફદાર હતા. સાવરકરની તરફેણ કરીને શાહ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની પોતાની માનસિકતા છતી તો નથી કરી રહ્યા ને ? આ ચર્ચા પણ અત્યારે ચાલી રહી છે.

સરદારને ભરપૂર સન્માન પણ ઈન્દિરા ભૂલાયાં

ગુરૂવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિની સાથે ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી પણ હતી. સરદાર પટેલની જન્મજ્યંતિની ધામધૂમથી ઉજવણી થઈ જ્યારે ઈન્દિરા ગાંધીને કોંગ્રેસના નેતાઓ સિવાય કોઈએ શ્રધ્ધાંજલિ આપવા સુધ્ધાં ના ગયું. નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક લાઈનમાં ઈન્દિરાજીને શ્રધ્ધાંજલિ આપી દીધી. અમિત શાહે રન ફોર યુનિટી કાર્યક્રમ વખતે એક વાક્યમાં ઈન્દિરાજીનો ઉલ્લેખ કરીને શ્રધ્ધાંજલિ આપી. ભાજપ તરફથી ઈન્દિરાજીની સમાધિ સ્થળે શ્રધ્ધાંજલિ આપવા પણ કોઈ ના ગયું. રાજકીય વિશ્લેષકોના મતે. ભાજપનું વલણ કોંગ્રેસના વલણ જેવું જ છે. કોંગ્રેસે સરદાર પટેલને ભૂલાવી દીધા હતા અને તેમની સતત અવગણના કરી. હવે ભાજપ તેનો બદલો લઈ રહ્યો હોય એ રીતે નહેરૂ-ગાંધી ખાનદાનના મહાનુભાવોને બાજુ પર મૂકી રહ્યો છે. તેમના યોગદાનની વાતોને ભાજપના નેતા યાદ જ કરતા નથી.

કોંગ્રેસના આંદોલનની આગેવાની પ્રિયંકા લેશે ?

હરિયાણાનાં ચૂંટણી પરિણામોથી ઉત્સાહમાં આવી ગયેલી કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરી દીધી છે. કોંગ્રેસે ૫ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી મોદી સરકારની આથક નીતિઓ સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. એ પછી નવેમ્બરના અંતમાં દિલ્હીમાં જંગી જાહેર સભા કરવાનું પણ આયોજન છે. જો કે આ વિરોધની આગેવાની કોણ લેશે એ સવાલ છે. સોનિયા ગાંધીની તબિયત સારી નથી જ્યારે રાહુલ ગાંધી વિદેશ ઉપડી ગયા છે. આ સંજોગોમાં પ્રિયંકા ગાંધીને આગળ કરાય તેવી શક્યતા છે. પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સામે બાંયો ચડાવીને મચ્યાં છે તેના કારણે આ વિરોધની આગેવાની પણ અસરકારક રીતે કરશે તેવો વિશ્વાસ કોંગ્રેસના નેતાઓને છે. ભાજપે પોતાની સરકારની સિધ્ધીઓની વાતો લોકો સુધી પહોંચાડવા દેશનાં મોટાં શહેરોમાં પત્રકાર પરિષદો કરી હતી. એ જ રીતે કોંગ્રેસના ટોચના નેતાઓ ૩૫ શહેરોમાં પત્રકાર પરિષદ કરશે.

રાહુલ ભારતમાં કેમ ધ્યાન નથી કરી શકતા  ?

રાહુલ ગાંધી ફરી વિદેશ ઉપડી ગયા છે. કોંગ્રેસ મોટા પાયે આંદોલનની તૈયારી કરી રહ્યું છે ત્યારે જ રાહુલ વિદેશ જતા રહેતાં કોંગ્રેસમાં ચણભણાટ છે. સામે ભાજપને કોંગ્રેસ પર કટાક્ષ કરવાનો મોકો મંળી ગયો છે. કોંગ્રેસે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે, રાહુલ ગાંધી ધ્યાન કરવા માટે વિદેશ ગયા છે પણ એ પહેલાં તે રાષ્ટ્રવ્યાપી આંદોલનની રૂપરેખા તૈયાર કરીને ગયા હતા. ભાજપે કટાક્ષ કર્યો છે કે, ભારત સાંસ્કૃતિક રીતે સમૃધ્ધ છે અને ધ્યાન-ગ તો ભારતીય પરંપરા છે ત્યારે રાહુલ ગાંધી વિદેશમાં જ ધ્યાન કરવા કેમ જાય છે ?

સોશિયલ મીડિયા પર પણ રાહુલના 'ધ્યાન'ની મજાક ઉડી રહી છે. કેટલાય મીમ્સ વાયરલ થયા છે. રાહુલના એવા તે કેવા ધ્યાન કરે છે કે તે વિદેશમાં જ થાય છે તેવો સવાલ પણ પૂછાઈ રહ્યા છે. રાહુલ રાજકારણ છોડીને હવે પછી ધ્યાન-યોગ શીખવશે કે શું તેવી મજાક પણ થઈ રહી છે.

મહારાષ્ટ્રમાં અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવી દો

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને મુદ્દે ભાજપ-શિવસેના વચ્ચે મડાગાંઠ પડી છે ત્યારે સોશિયલ મીડિયા પર એક ચાહકના સૂચને સૌને મજા કરાવી દીધી. આ ચાહકે સૂચન કર્યું છે કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નક્કી ના થાય ત્યાં સુધી અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવી દો. 'નાયક'ફિલ્મમાં અનિલ કપૂરને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવી દેવાય છે. અનિલ કપૂર એક જ દિવસમાં એવું કામ કરે છે કે, સૌ ખુશ થઈ જાય છે.

આ સૂચનનો અનિલે જવાબ આપ્યો કે, મને નાયક એટલે કે ફિલ્મ સ્ટાર જ રહેવા દો, મારે મુખ્યમંત્રી નથી બનવું.

આ ફિલ્મમાં અનિલ કપૂર પહેલાં મુખ્યમંત્રી બનવાની ના પાડે છે પણ પછી તૈયાર થઈ જાય છે. તેના કારણે સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ લોકોએ એવું લખ્યું કે, પહેલાં એ ના પાડશે પણ પછી તૈયાર થઈ જશે તેથી આશા ના છોડતા.

બીજી પણ ઘણી રમૂજી કોમેન્ટ્સ થઈ. તેના કારણે આ મુદ્દો આખો દિવસ લોકોને મજા કરાવતો રહ્યો.

* * * 

મોદીની વધુ વિદેશી પ્રતિનીધીઓને કાશ્મીર મોકલવાની યોજના

વડા પ્રધાન મોદીએ ભલે યુરોપીયન ંસઘના ૨૩ સાસંદોના એક  વિદેશી પ્રતિનીધી મંડળને કાશ્મીરની હકીકત જાણવા ખીણમાં મોકલ્યા હોય, પરંતુ લાગે છે કે એ તેમના માટે એક ખરાબ સપનું સાબીત થયું હતું.તેમની મુલાકાત વખતે જ પાંચ બિન કાશ્મીરી મજૂરોની હત્યા કરી દેવામાં આવી હતી. ખીણમાં લાંબા સમય સુધી લાદવામાં આવેલી ંસંચારબંધીની સંયુક્ત રાષ્ટ્રે પણ ટીકા કરી હતી. વિરોધ પક્ષો ઉપરાંત ભાજપના સાથી પક્ષ શિવસેનાના મુખપત્ર સામનામાં પણ  વિદેશી પ્રતિનીધી મંડળને કાશ્મીર મોકલવા બદલ સરકારની ટીકા કરી હતી. સામનાએ લખ્યું હતું કે મોદીએ વિરોધ પક્ષોને તક આપી હતી.

ખૂદ ભાજપના સાસંદ સુબ્રમણ્યમ  સ્વામીએ પણ મોદીના આ  નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.આટલું ઓછું હોય તેમ ચાર સાંસદોએ તો એટલા માટે  પોતાની જાતને પ્રતિનીધી મંડળમાંથી પાછી ખેંચી લીધી કે તેઓ ખીણમાં જઇ સ્વતંત્રપણે લોકો સાથે વાત કરવા ઇચ્છતા હતા. તેમને મંજૂરી ના અપાતા તેઓ પરત ફર્યા હતા.સાંસદોએ કડક સુરક્ષા દળની નજર હેઠળ માત્ર પચાસ લોકો સાથે વાતચીત કરી હતી. એ લોકોમાં એક પણ વ્યક્તિ જાણીતી નહતી. જ્યારે કેટલાકા લોકોએ કલમ ૩૭૦ નાબુદીની વાત કરી તો તેમને દૂર હડસેલી દેવામાં આવ્યા હતા. આજની પત્રકાર પરિષદમાં પણ યુરોપીન સંધના સાંસદોએ કહ્યું હતું કે તેઓ વધુ લોકોને મળવા ઇચ્છતા હતા.પોતાની જાતને  ઇન્ટરનેશનલ બિઝનેસ બ્રોકર ગણાવતા મેડી શર્મા અંગે પણ સવાલ ઉઠયા હતા. આવેલા સાંસદો કોઇ પણ રીતે સત્તાવાર પ્રતિનીધીઓ હતા જ નહીં.તેમણે યુરોપીયન સંસદની વાત પણ કરી નહતી.

નડ્ડાની ચિંતામાં વધારો થતો જાય છે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં ભાજપના દેખાવને લઇને  આમીત શાહના અનુગામી બનનાર  ભાજપના આગામી પ્રમુખ બનનાર જેે.પી.નડ્ડાની મુશ્કેલીમાં વધારો થયો હતો. એમ કહેવાય છે કે તેઓ ભાજપ માટે શુભ સાબીત થયા નથી.મોદી-શાહ પછી નડ્ડા જ ભાજપના ખરાબ દેખાવ માટે જવાબદાર છે. મોદી અને શાહની જેમજ નડ્ડા પણ ઓછા બોલા છે. નજીકના ભવિષ્યમાં ઝારખંડ અને દિલ્હી વિધાનસભાની પણ ચૂંટણીઓ આવશે, ત્યારે પણ નડ્ડાની કસોટી થશે.જો ભાજપનો દેખાવ ખરાબ રહેશે તો ભાજપ માટે નડ્ડા અપશુકનિયાળ ગણવામાં આવશે.

દિવ્યાંગોની મુશ્કેલીઓ

ગયા સપ્તાહે પાટનગરના મંડી હાઉસ ખાતે દિવ્યાંગોએ કરેલા ઘરણાના કારણે   ટફિક એટલું તો જામ થઇ ગયું હતું કે  વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી પત્રકારપ પરિષદમાં હાજરી આપવા જઇ રહેલા  વડા પ્રધાન મોદીને રૂટ બદલવાની ફરજ પડી હતી.દિવ્યાંગોના ધરણાની કોઇએ નોંધ લીધી નહતી અને સત્તાવાળા તેના પ્રત્યે બિન સંવેદનશીલ દેખાયા હતા. રેલવે દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમને ખાસ કેટેગરીમાં નોકરી પર રાખવામાં આવશે, પરંતુ હજુ સુધી તેમને નિમણુંક પત્રો અપાયા નથી. પાટનગરમાં તેમણે દૂરદર્શન કાર્યાલયની સામે જ ધરણા કર્યા હોવાથી વાહનવ્યવહાર પર ખૂબ જ ખરાબ અસર પડી હતી અને ટ્રોફિક ખોરવાઇ ગયો હતો. વડા પ્રધાનને તેમનો રૂટ બદલવો પડતાં અંતે તેમને બોલાવવામાં આવ્યા હતા.

દિલ્હીમાં મફત બસ પ્રવાસથી વિરોધ પક્ષોને તકલીફ

 દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પો.ને બસોમાં મહિલાઓને આમ આદમી પાર્ટીની સરકારે મફત મુસાફરી કરવાની આપેલી સુવિધાને વિરોધ પક્ષોએ તેને 'પોલિટિકલ સ્ટન્ટ'ગણાવ્યા હતા. આપ સરકારે તો એવી પણ જાહેરાત કરી હતી કે ટુંક સમયમાં વડીલો અને વિદ્યાર્થીઓ માટે પણ મફત મુસાફરીની યોજના શરૂ કરશે. 'આપ'દ્વારા અન્ય રાજ્યોને પણ મહિલાઓ માટે મફત મુસાફરીની યોજના શરૂ કરવા પડકાર ફેંકવામાં આવ્યો હતો.મહિલાઓ એમ કહેતી હતી કે આ યોજનાથી અમને ગૌરવની લાગણી થાય છે. કોઇ સરકાર દ્વારા પહેલી જ વખત આ પગલું ભરવામાં આવ્યું છે. આ એક મહાન શરૂઆત છે'એમ શાહીબાબાદ  એક ફેકટરીમાં કામ કરતી એક મહિલાઅ ે કહ્યું હતું.આજે દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે બસમાં મુસાફરી કરતી કેટલાક મહિલાઓ સાથે વાતચીત કરી હતી.

મોદીના વિમાનને પાકરુપરથી ઉડવા ના દેતાં ભારતે ફરીયાદ કરી

સોમવારે સાઉદી એરેબિયાના રિયાધની મુલાકાતે ગયેલા વડા પ્રધાન મોદીના વિમાનને પાક.ના એર સ્પેસ પરથી ઉડવાની મંજૂરી ન  આપતાં ભારતે આ મુદ્દો ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશ (આઇસીઓઓ)માં ફરીયાદ કરવા નક્કી કર્યું હતું.જો કે હવે જોવાનું એ છે કે શું પાકિસ્તાનને આનાથી કોઇ ફેર પડશે?આઇસીએઓના મહામંત્રી એન્થોની ફિલબીને કહ્યું હતું કે ' જેના હેઠળ આઇસીએઓ સરકારોને સહકાર આપવા કહે છે તે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન (શિકાગો કન્વેન્શન) માત્ર નાગરિકો માટેના વિમાનોને  લાગુ પડે છે લશ્કરી કે કોઇ સરકારના વિમાનને નહીં.રાષ્ટ્રીય નેતાઓને લઇ જનાર વિમાનોને રાજ્ય કે સરકારી વિમાનો ગણવામાં આવે છે. એટલા માટે તેમને આ નિયમ લાગુ પડતો નથી.

એર ઇન્ડિયાના વિમાન પર લખ્યું ઇક ઓમકારા

 ગુરૂ નાનક દેવની ૫૫૦મી જન્મ જયંતી નિમિત્તે એરઇન્ડિયાએ  અમૃતસરથી લંડનની ડાયરેકટ ફલાઇટ શરૂ કરી હતી અને વિમાન ૭૮૭ ડ્રીમલાઇનરની પુછડી પર લખ્યુ હતું. 'ઇક ઓમકાર' એટલે કે ઇશ્વર એક જ છે. ૩૧ ઓકટોબરે  આ ડ્રીમલાઇનર   લંડન જશે અને ત્યાર પછી દર ગુરૂવાર, શનિવાર અને સોમવારે મુંબઇથી અમૃતસર અને પછી ત્યાંથી લંડન જશે.૨૫૬ મુસાફરોની ક્ષમતા ધરાવતું આ વિમાન એટલા માટે શરૂ કરાયું હતું કે આ રૂટની માગમાં ખૂબ વધારો થયો હતો. અમૃતસર-લંડનની આ ડાયરેક્ટ ફલાઇટ હશે.

ઇન્દર સાહની


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો