મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે કરી મુલાકાત

મુંબઈ, તા. 28 ઓક્ટોબર 2019 સોમવાર

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની વચ્ચે સરકાર રચવાને લઈને રાજકારણ ગરમાયુ છે. આ સમયે આજે બંને દળના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કરી. અગાઉ શિવસેના નેતા દિવાકર રાઉતે ગવર્નર ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. 

જોકે શિવસેના નેતાએ સ્પષ્ટતા આપતા કહ્યુ કે રાજકીય કારણોસર ગવર્નરને મળ્યા નથી. રાજકીય મુદ્દા પર ચર્ચા થઈ નથી. જોકે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન 50-50 ફૉર્મુલામાં ફસાઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરેએ લેખિતમાં સરકાર માટે અઢી-અઢી વર્ષ માગ્યા છે.

શિવસેનાએ કહ્યુ કે સરકાર આપો નહીં તો વિકલ્પ તૈયાર છે ત્યાં જ ફડણવીસે કહ્યુ કે ભાજપના નેતૃત્વમાં 5 વર્ષ માટે સરકાર બનાવશે. શિવસેના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યુ કે ભાજપ 105 ધારાસભ્યોને લઈને એકલા સરકાર બનાવી શકે છે તો તેમને અમારી શુભકામનાઓ. રાઉતે કહ્યુ કે અમે પણ જોઈશુ ભાજપ આટલા ધારાસભ્યોને લઈને કેવી રીતે સરકાર બનાવે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો