વાયુસેના બાદ નૌસેના પણ એક્શન મોડમાં: જહાજો થકી ઓક્સિજન પહોંચાડવાનુ શરુ કરાયુ


નવી દિલ્હી,તા.26.એપ્રિલ,2021

કોરોના મહામારી વચ્ચે રેલવે બાદ ભારતીય નૌસેનાએ ઓક્સિજન એક્સપ્રેસ શરુ કરી છે.આ અભિયાન પાછળનો ઈરાદો દરિયા કિનારાના એવા વિસ્તારોમાં ઓક્સિજન પહોંચાડવાનો છે જ્યાં સામાન્ય રીતે ઓક્સિજન પહોંચાડવો મુશ્કેલ હોય છે.

નૌસેના પોતાના જહાજ થકી હવે કોચિથી લઈને લક્ષ્યદ્વિપ સુધી ઓક્સિજન સિલિન્ડર તેમજ બીજો મેડિકલ સપ્લાય પહોંચાડી રહી છે.આ માટે નેવીએ પોતાનુ પેટ્રોલિંગ જહાજ આઈએનએસ શારદા તૈનાત કર્યુ છે.જેણે 35 જેટલા ઓક્સિજન સિલિન્ડર સાથે રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ, પીપીઈ કિટ, માસ્ક અને બીજા ઉપકરણો પણ ક્વારત્તી ટાપુ પર પહોંચાડ્યા છે.

એ પછી તે બીજા ટાપુ પર જવા રવાના થયુ હતુ.આ સિવાય 41 ખાલી ઓક્સિજન સિલિન્ડરને નેવી તરફથી હાયર કરાયેલા બીજા જહાજ પર લાદવામાં આવ્યા હતા.આ સિલિન્ડર કોચીથી ભરીને જહાજ ફરી લક્ષદ્વિપ ટાપુ પર પહોંચશે.

આ સિવાય નૌસેનાના સધર્ન કમાન્ડે પોતાના અન્ય એક જહાજ સંજીવની પર 10 બેડ રિઝર્વ કર્યા છે.જેનો ઉદ્દેશ જરુર પડે તો લક્ષ્યદ્વિપ ટાપુ પરના દર્દીઓને ભરતી કરવાનુ છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો