નવી દિલ્હી, 27 જુન 2021 રવિવાર દેશના ઘણા રાજ્યોમાં ડેલ્ટા પ્લસ કોરોના વાયરસ વેરિયેન્ટ જોવા મળ્યો છે. આ અંગે, નેશનલ એટવાઇઝરી ગ્રૃપ ઓફ ઇમ્યુનાઇઝેશન (એનટીએફઆઈ)નાં અધ્યક્ષ ડો. એન કે અરોરાનું કહેવું છે કે કોરોનાનાં અન્ય વેરિયેન્ટની તુલનામાં, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ઝડપથી અને સરળતાથી ફેફસામાં પહોંચે છે, પરંતુ આનો અર્થ એ નથી કે આ વેરિયેન્ટ વધુ સંક્રામક છે, કે તે ગંભીર કોરોનાનું કારણ બની શકે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશનાં 12 રાજ્યોમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 51 કેસ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. એનટીએજીઆઈના કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો. એન કે અરોરાએ જણાવ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ફેફસાને નુકસાન પહોંચાડે છે, તેવા કોઈ પુરાવા નથી. ડો અરોરાએ કહ્યું કે જ્યારે વધુ કેસો નોંધાશે ત્યારે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની અસર અંગે સ્પષ્ટપણે જાણી શકાશે, જેમને રસીનો એક અથવા બેવડો ડોઝ મેળવ્યો છે તે તમામ લોકોમાં આ રોગ હળવો હોય છે. આપણે તેના પર નજર રાખવી પડશે, માત્ર ત્યારે જ આપણને તેના ચેપ વિશે યોગ્ય માહિતી મેળશે. ડો. અરોરાએ વધુમાં જણાવ્યું કે ડેલ્ટા પ્લસ વેરિઅન...