અગ્નિપથનો વિરોધ વંટોળ : ગુસ્સે ભરાયેલા યુવાનોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું
નવી દિલ્હી, તા. 17 જૂન 2022, શુક્રવાર
ભારતીય સશસ્ત્ર દળમાં ટૂંકાગાળાની ભરતી કરવાની નવી અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં આ વિરોધનો વંટોળ હવે હિંસક બની રહ્યો છે. આ જ અરસામાં ભાજપ સરકારની આ નીતિનો ભોગ ભાજપનું કાર્યાલય જ બન્યું છે.
મળતી માહિતી અનુસાર બિહારના ગુસ્સે ભરાયેલા યુવાનોએ અગ્નિપથ સ્કીમનો વિરોધ કરતા હવે ભાજપનું કાર્યાલય જ ફૂંકી માર્યું છે. બિહારના મધેપુરામાં આવેલ બીજેપીનું કાર્યાલય યુવાનોએ આગ હવાલે કર્યું છે.
આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
શું છે અગ્નિપથ યોજના ?
સરકારે મંગળવારે દાયકાઓ જૂની સંરક્ષણ ભરતી પ્રક્રિયાના આમૂલ પરિવર્તન કરી આર્મી, નેવી અને એર ફોર્સમાં સૈનિકોની ભરતી કરવા માટે 'અગ્નિપથ' નામની યોજનાની જાહેરાત કરી. આ અંતર્ગત સૈનિકોની ભરતી ચાર વર્ષના ટૂંકા ગાળા માટે કરારના આધારે કરવામાં આવશે.
વધુ લાયકાત ધરાવતા અને યુવાન સૈનિકોની ભરતી કરવા માટે દાયકાઓ જૂની પસંદગી પ્રક્રિયામાં મોટા ફેરફારોના સંદર્ભમાં, સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ યોજના હેઠળ ત્રણેય સેવાઓમાં આ વર્ષે 46,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે અને પસંદગી માટેની પાત્રતાની ઉંમર 17.5 વર્ષ હશે. 21 વર્ષ સુધી હશે. આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોનું નામ 'અગ્નવીર' રાખવામાં આવશે.
Comments
Post a Comment