મહારાષ્ટ્રના નવા સરતાજ એકનાથ શિંદે, જોડે ફડણવીસ પણ જોડાયા


મહારાષ્ટ્રની રાજકરણમાં સૌથી મોટો ટ્વિસ્ટ લાવીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્થાને એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદનું નામ જાહેર કરવામાં આવ્યું હતુ. જોકે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને મળ્યા બાદ જ કહ્યું હતુ કે તેઓ આ નવી સરકારમાં જ નહિ જોડાય પરંતુ દિલ્હી મોવળી મંડળની અરજીને ધ્યાને લઈને અંતિમ મિનિટોમાં દેવેન્દ્ર ફડણવીસે પણ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

સાંજે 7.30 કલાકે યોજાયેલા શપથગ્રહણમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શિંદે અને ફડણવીસને મુખ્યમંત્રી પદ અને ગોપનીયતના શપથ લેવડાવ્યા છે અને નવી સરકારની રચનાને મંજૂરી આપી છે.

દેવેન્દ્ર ફડણવીસે નમતું જોખ્યું : 

શિવસેનાને તોડીને સરકાર રચવામાં હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે બીજેપીનું પોતાનું ઘર તૂટી રહ્યું હતુ. હવે સ્થિતિ બીજેપી માટે પણ કપરી બની હતી, જ્યાં નાખુશ થયેલ દેવેન્દ્ર ફડણવીસે સરકારમાં જ ન આવવાનો નિર્ણય કર્યો હતો. 

માસ્ટ સ્ટ્રોકની લ્હાયમાં લેવામાં આવેલ આ આકરો નિર્ણય બીજેપી માટે જ સમસ્યા ન બને અને દેવેન્દ્ર જ નારાજ ન થાય તે માટે જેપી નડ્ડા અને દિલ્હી હાઈકમાને ફડણવીસને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા અરજી કરવી પડી હતી.

અંતે નમતું જોખીને વહેલી સવારે મુખ્યમંત્રી બનેલ એક સમયના CM આજે કદ ઘટાડીને ડેપ્યુટી CM પદ માટે પણ માની ગયા છે અને શિંદે સાથે શપથ લીધા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો