મહારાષ્ટ્રઃ સરકારમાં જ નહીં હોય ફડણવીસ, એકનાથ શિંદે બનશે નવા CM


- એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી પદ આપવાથી અજીત પવાર વખતે જે પ્રમાણે ફટકો પડ્યો હતો તેમ બની શકે

મુંબઈ, તા. 30 જૂન 2022, ગુરૂવાર 

મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી મોટી ઉથલ-પાથલ અને ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે તેવી જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે પોતે સરકારમાંથી બહાર રહેશે તેવી પણ સ્પષ્ટતા કરી છે. 

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, જનતાએ મહાવિકાસ અઘાડીને બહુમત નહોતો આપ્યો.ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી હતી. ભાજપ-શિવસેનાનું ગઠબંધન ચૂંટણી લડ્યું હતું પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. તેમાં શિવસેનાએ બાળાસાહેબ ઠાકરેના વિચારોને પણ એરણે ચઢાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસ આરએસએસના માણસ છે અને મહારાષ્ટ્રમાં મંત્રી બનવાના બદલે તેઓ સરકારથી બહાર રહ્યા છે. ત્યારે તેમને હવે સીધું દિલ્હીનું તેડું પણ આવી શકે છે. બીજી બાજુ એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી પદ આપવાથી અજીત પવાર વખતે જે પ્રમાણે ફટકો પડ્યો હતો તેમ બની શકે. આ કારણે એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપીને ભાજપે એક રીતે શિંદેની કમાન પણ પોતાના હાથમાં રાખી છે. 

વધુ વાંચોઃ અજીત પવાર એપિસોડમાં દાઝેલું ભાજપ શિંદે વખતે છાશ પણ ફુંકીને પીવે છે


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો