ભાજપનો દાવો: માત્ર સત્તા પરિવર્તન નહી, શિવસેનાને રાજ્યમાં પાંગળું કરવાનું આયોજન

નવી દિલ્હી તા. 25 જુન 2022,શનિવાર

ભારતીય જનતા પાર્ટીએ અત્યારસુધી મહારાષ્ટ્રમાં સત્તા ઉપર રહેલા પોતાના સૌથી જૂના સાથી પક્ષ અને હવે વિરોધી એવા શિવસેનામાં ચાલી રહેલી યાદવાસ્થળીમાં પોતાનો હાથ હોવાનો પ્રથમ વખત સંકેત આપ્યો છે. 

સમાચાર સંસ્થા PTIના એક અહેવાલ અનુસાર ભાજપ સરકાર બનાવવા માટે કોઈ ઉતાવળ કરશે નહી પણ અત્યારે ઉદ્ધવ ઠાકરે સામે વરિષ્ઠ મંત્રી એકનાથ શિંદેએ કરેલા બળવાનો મુખ્ય ઉદ્દેશ માત્ર રાજ્યમાં સત્તા પરિવર્તન નથી પણ હિન્દુવાદી પક્ષને વિધાનસભાથી લઇ, મહાપાલિકા અને ગ્રામ્ય સ્તર સુધી નુકસાન કરવાનો છે એવો દાવો સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં પક્ષના એક નેતાએ કર્યો હતો. 

વર્તમાન લડાઈ માત્ર સત્તા પરિવર્તન માટે નથી પણ શિવસેનાના દરેક ટેકેદાર જીતવા માટે ભાજપ દ્વારા થઇ રહેલો પ્રયાસ છે જેથી પક્ષ પોતાની હિન્દુત્વના ટેકેદારો ઉપર પકડ મજબૂત કરી શકે એવું આ નેતાએ નામ નહી આપવાની શરતે જણાવ્યું છે. 

આ દિશામાં પ્રથમ પગલાં તરીકે અમે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ વધુને વધુ ધારાસભ્યો વિદ્રોહ કરે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. શિંદેને મજૂબત કરી રહ્યા છીએ. શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની હિંદુ વિચારધારા સાથે સહમત હોય એવા વધુને વધુ સભ્યો એકત્ર થઇ રહ્યા છે. 


વર્ષ 2019માં રાજ્ય વિધાનસભાની ચુટણીના પરિણામ પછી ઉદ્ધવ ઠાકરેએ જે રીતે દગો આપ્યો તેનાથી ભાજપ અત્યંત નારાજ છે. ઠાકરેએ બે દાયકા જૂની હિંદુયુતિ છોડી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારે જયારે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી બનાવી ત્યારથી લઇ તા.20 જૂનના રોજ વિધાનપરિષદની ચુટણીમાં મતગણતરી સુધી આ પ્રક્રિયા સતત ચાલતી રહી છે. 

શિંદે પ્રથમ દિવસે થોડા સાથી ધારાસભ્યોને લઇ રાજ્યની સરહદ ઓળંગી ગુજરાત પહોંચ્યા હતા અને ત્યારથી આ શિવસેનાની તોડી પાડવાના પ્લાનનો અમલ શરૂ થયો હતો. મુખ્યમંત્રી અને તેના વિશ્વાસુએ અત્યંત મહત્વના શહેરી વિકાસ વિભાગ ઉપર અંકુશ અને નિયંત્રણ મુક્યા છે અને તેના મંત્રી તરીકે શિંદે પોતે પણ નારાજ છે. 

કેન્દ્રની નેતાગીરીના આદેશ અનુસાર મહારાષ્ટ્ર ભાજપના નેતાઓએ અત્યારે પડદા પાછળ રહી કામગીરી કરવાની છે અને ચુપકીદી સેવવાની છે એવું આ વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું. 

રાજ્યના ગુપ્તચર વિભાગને જે ચાલી રહ્યું છે તેની ગંધ નહિ આવી એ અંગે ભાજપના તેના ફોડ પાડતા જણાવે છે કે ઉદ્ધવ ઠાકરેએ પોતાના એક વિશ્વાસુ અને વરિષ્ઠ નેતાને આ કામ સોંપ્યું છે જે દરેક મામલે સીધા મુખ્યમંત્રીને માહિતી આપે છે. મત ગણતરી ચાલુ હતી ત્યારે આ વાત ફૂટે એવી શક્યતા હતી પણ સોમવારે જ રાત્રે આ પ્લાન અમલમાં મૂકી શિંદે પોતાના કેટલાક સાથીદાર સાથે સુરત પહોંચી ગયા હતા. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો