બાઈડને યુક્રેનની મુલાકાત લેતાં યુદ્ધ વકરવાની આશંકા
- અમેરિકન પ્રમુખનો કીવનો ઐતિહાસિક પ્રવાસ રશિયન પ્રમુખ પુતિનને છંછેડશે - બાઈડેન પોલેન્ડથી અચાનક જ વહેલી સવારે ટ્રેન મારફતે કીવ પહોંચ્યા, યુક્રેનના યુદ્ધને લોકતંત્રની લડાઈ ગણાવી દરેક મદદની ખાતરી આપી - અમેરિકા આજે યુક્રેનને 500 મિલિયન ડોલરની સૈન્ય મદદ અને સહાયતા પેકેજ જાહેર કરશે : બાઈડેન, ઝેલેન્સ્કીએ યુએસ પ્રમુખનો આભાર માન્યો - બાઈડનની યુક્રેન મુલાકાત નાટો રશિયા સામે પડયું હોવાના પુતિનના દાવાને બળ આપશે - દુનિયાની નજર હવે 24મીએ રશિયન પ્રમુખ પુતિનના સંબોધન પર કીવ : યુક્રેન પર રશિયાના આક્રમણને ચાર દિવસ પછી એક વર્ષ પૂરું થવાનું છે ત્યારે હજુ સુધી યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. ઉલટાનું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભડકવાની આશંકાઓ વધી ગઈ છે. રશિયાના મિસાઈલ, રોકેટથી હવાઈ હુમલાઓ વચ્ચે અમેરિકન પ્રમુખ જો બાઈડેન અચાનક જ સોમવારે સવારે ટ્રેન મારફત યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગયા છે. યુદ્ધ વચ્ચે કીવની આ ઐતિહાસિક મુલાકાતમાં અમેરિકન પ્રમુખ બાઈડેને યુક્રેનના પ્રમુખ વોલોદિમિરિ ઝેલેન્સ્કીને દરેક પ્રકારની સહાયની ખાતરી આપી હતી. આ સાથે તેમણે દાવો કર્યો કે આ આક્રમણ પાછળ પુતિનનો આશય સંપૂર...