USના યુદ્ધ અભ્યાસથી ડર્યા વિના ઉત્તર કોરિયાએ ફરી બે બેલેસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું

image : wikipedia 


સિયોલ, તા 20, ફેબ્રુઆરી, 2023,સોમવાર 

દક્ષિણ કોરિયાની સેનાએ ઉત્તર કોરિયા દ્વારા સુખોન ક્ષેત્રમાંથી સવારે 7:00 વાગ્યાથી 7:11 વચ્ચે બે બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરાયાની માહિતી આપી હતી. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત હવાઈ અભ્યાસના એક દિવસ બાદ જ ઉત્તર કોરિયા એ ફરી એકવાર ઓછા અંતરની બે બેલેસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું. 

છેલ્લા 48 કલાકમાં ફરી પરીક્ષણ 

ઉલ્લેખનીય છે કે છેલ્લા 48 કલાકમાં ઉત્તર કોરિયા દ્વારા બીજી વખત બેલેસ્ટિક મિસાઈલ ઝિંકવામાં આવી હતી. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે દેશની સુરક્ષા અને નિરીક્ષણ અને મજબૂત કરતા દક્ષિણ કોરિયાની સેનાએ અમેરિકા સાથે નજીકના સહયોગ માટે સંપૂર્ણપણે તૈયારી કરી લીધી છે. 

દક્ષિણ કોરિયાએ શું કહ્યું? 

દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે અમેરિકા અને દક્ષિણ કોરિયા દ્વારા રવિવારે બોમ્બ મારો કરવાનો સંયુક્ત હવાઈ અભ્યાસ કરાયાના એક દિવસ બાદ ઉત્તર કોરિયાએ આ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યું હતું. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ(જેસીએસ)ના જણાવ્યા અનુસાર સૈન્ય અભ્યાસ દરમિયાન દક્ષિણ કોરિયાના F-35A સ્ટીલ્થ લડાકૂ વિમાન અને F-15K જેટ વિમાનોએ અમેરિકાના F-16 લડાકૂ વિમાનો સાથે ઉડાન ભરી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો