ત્રિપુરાની 60 વિધાનસભાની બેઠક માટે મતદાન શરૂ, 259 ઉમેદવારોનું ભાવી EVMમાં થશે કેદ
Image : Twitter |
અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2023, ગુરુવાર
ત્રિપુરા વિધાનસભા માટે આજે મતદાન શરુ થઈ ગયુ છે. ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 31 મહિલા ઉમેદવારો સહિત કુલ 259 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી માટે 31 હજાર મતદાન કર્મચારીઓ 3,327 મતદાન મથકો પર પહોંચી ગયા છે. ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારી ગીતે કિરણકુમાર દિનકરરાવના જણાવ્યા અનુસાર રાજ્યમાં 28,13,478 મતદારો છે. ચૂંટણીના પરિણામો 2 માર્ચે જાહેર થશે.
#TripuraElections2023: Voting begins for the 60 Assembly seats; fate of 259 candidates in the fray@ECISVEEP pic.twitter.com/iGILGKhq1d
— DD News (@DDNewslive) February 16, 2023
દરેક જગ્યાએ સુરક્ષા દળો તૈનાત
નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે CAPFના 30 હજાર સુરક્ષા કર્મચારીઓની 400 કંપનીઓ રાજ્યમાં મોકલવામાં આવી છે. CAPF ઉપરાંત, આસામ રાઈફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને ત્રિપુરા પોલીસના જવાનોને પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.
ભાજપના સૌથી વધારે ઉમેદવારો
શાસક ભાજપે સૌથી વધુ 55 ઉમેદવારો ઊભા રાખ્યા છે. ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરાને પાંચ બેઠકો આપી છે. જોકે, IPFTએ છ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ડાબેરી મોરચા પાસે 47 ઉમેદવારો છે, ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનમાં કોંગ્રેસ 13 છે. આ સિવાય ટીપ્રા મોથા પાર્ટીએ 42 ઉમેદવારો, તૃણમૂલ કોંગ્રેસે 28 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 58 અપક્ષ અને વિવિધ નાના પક્ષોના 14 ઉમેદવારો પણ મેદાનમાં છે.
Comments
Post a Comment