મનીષ સિસોદિયાને આજે કોર્ટમાં રજૂ કરાશે, આપના સભ્યો ભાજપના કાર્યાલયને ઘેરશે

image : Twitter


નવી દિલ્હી , તા.27 ફેબ્રુઆરી-2023, સોમવાર

ગઈકાલે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ કરાયા બાદ સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી. દિલ્હીની એક્સાઈઝ પોલિસી મામલે પૂછપરછ માટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા CBI સમક્ષ રવિવારે હાજર થયા હતા. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સવારે 11.00 કલાકે સિસોદિયાની પૂછપરછ શરૂ કરાઈ હતી. જેમાં CBIએ 8 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ મનીષ સિસોદિયાની સાંજે ધરપકડ કરી હતી.  અહેવાલો મુજબ આજે મનીષ સિસોદિયાને કોર્ટમાં રજુ કરાશે. દરમિયાન સિસોદિયાની ધરપકડ થયા બાદ AAPના કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. આજે તેઓ ભાજપના કાર્યાલયને પણ ઘેરશે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરાશે.  

AAP કાર્યકરો દ્વારા વિરોધ

મનીષ સિસોદિયા પૂછપરછ અગાઉ રાજઘાટ પહોંચી ગયા હતા. રાજઘાટ પહોંચીને તેમણે કહ્યું કે હું અહીં બાપુના આશીર્વાદ લેવા આવ્યો છું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા સિસોદિયાએ કહ્યું, મારી સામેના આરોપો ખોટા છે અને હું જેલ જવાથી ડરતો નથી. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે CBIની ઓફિસ પહોંચ્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. દરમિયાન ગઈકાલે સવારે જ્યારે સિસોદિયા CBI ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે ઓફિસની બહાર AAPના કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ કરાયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, મનીષ સિસોદિયાના પૂછપરછના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા હતા અને તેઓ રસ્તા પર જ વિરોધ શરૂ કરી દીધો હતો. CGO કોમ્પ્લેક્સ પાસે લોધી રોડ પર ધરણા પર બેઠેલા AAPના કેટલાક નેતાઓ અને કાર્યકરો બેરિકેડ ઓળંગીને CBI ઓફિસ પાસે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમને અટકાવવા માટે પોલીસે બેરીકેટ્સ લગાવ્યા હતા, જેના કારણે કાર્યકર્તાઓ મુખ્ય રસ્તા પર બેસી ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, તેમને ખબર પડી ગઈ છે કે, ‘ભાજપનો કાળ, અરવિંદ કેજરીવાલ...’ તેમના દ્વારા દેશને વિભાજીત કરવાની દુકાન માત્ર AAP જ બંધ કરાવી શકે છે. દિલ્હી, પંજાબ બાદ AAPએ ગુજરાતમાં આશાઓ જગાવી દીધી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના દોઢ દાયકાના શાસનનો AAP દ્વારા જ અંત લવાયો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો