દિલ્હી દારૂ કૌભાંડ મામલો, CBI આજે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે
Image : Twitter |
અમદાવાદ, 19 ફેબ્રુઆરી 2023, રવિવાર
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન આજે દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. આ પુછપરછ દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટરમાં કરવામાં આવશે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) આજે દિલ્હીના દારૂ કૌભાંડને લઈને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ આ મામલામાં ચાર્જશીટ દાખલ કર્યાના લગભગ ત્રણ મહિના પછી આજે નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઇઝ પોલિસીના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું.
મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી આપી જાણકારી
મનીષ સિસોદિયાએ આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી હતી. તેણે લખ્યું હતું કે સીબીઆઈએ ગઈ કાલે ફરી કોલ કર્યો છે. તેઓએ મારી વિરુદ્ધ CBI, EDની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો છે. મારા ઘરે દરોડા પાડ્યા હતા. મારા બેંક લોકરની તલાશી લીધી હતી. મારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી. મેં દિલ્હીના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે. તેઓ તેને રોકવા માંગે છે. મેં હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે અને આગળ પણ આપીશ. આ અગાઉ પણ મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ કરવામાં આવી છે. ED પણ આ મામલાની તપાસ કરી રહી છે અને અત્યાર સુધી મનીષ સિસોદિયાનું નામ કોઈપણ ચાર્જશીટમાં આવ્યું નથી.
Comments
Post a Comment