તૂટી જશે તમામ રેકોર્ડ ? ચારધામ યાત્રા માટે 2 દિવસમાં 60 હજારથી વધુ રજીસ્ટ્રેશન

Image - wikipedia

દેહરાદુન, તા.23 ફેબ્રુઆરી-2023, ગુરુવાર

બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા માટે છેલ્લા બે દિવસમાં 60,000થી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેને ધ્યાને રાખી એપ્રિલમાં શરૂ થનારી ચારધામ યાત્રા અગાઉના તમામ રેકોર્ડ તોડી તેવી સંભાવના છે. આ વર્ષે બદ્રીનાથના દ્વાર 27મી એપ્રિલે અને કેદારનાથના દ્વાર 25મી એપ્રિલે ખુલશે.

2 દિવસમાં 61250 લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

પર્યટનના નાયબ નિયામક યોગેન્દ્ર ગંગવારે કહ્યું કે, બદ્રીનાથ અને કેદારનાથ ધામો માટે યાત્રાળુઓનું રજીસ્ટ્રેશન મંગળવારથી શરૂ થું હતું અને અત્યાર સુધીમાં પ્રથમ બે દિવસમાં 61,250 લોકોએ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું કે, કોવિડના કારણે બે વર્ષના લાંબા ગાળા બાદ ગત વર્ષે પૂરજોશમાં શરૂ થયેલી ચારધામ યાત્રામાં રેકોર્ડ 47 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને આ વર્ષે આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

આવનારા ભક્તોની સંખ્યા વધુ હશે

અજેન્દ્રએ કહ્યું કે, ધામના દર્શન માટે શરૂઆતમાં થયેલી રજીસ્ટ્રેશનની સંખ્યા સંકેત આપે છે કે, આ વખતે પણ અહીં આવનારા યાત્રાળુઓની સંખ્યા ઘણી વધુ હશે. જોશીમઠ જમીન ધસી પડવાના સંકટની યાત્રાળુઓની સંખ્યા પર અસર અંગે પૂછાતા અજેન્દ્રએ કહ્યું કે, રાજ્ય સરકારે સલામત અને સરળ મુસાફરી કરવા માટે શહેરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની ટીમને તૈનાત કરવા અને ત્યાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સ્થાપના જેવા તમામ સાવચેતીનાં પગલાં લીધાં છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો