વલસાડમાં એક ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી, 2 કામદારોના મોત
અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર
વલસાડમાં ઉમરગામ તાલુકામાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર મળી રહ્યા છે. બ્લાસ્ટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં બે કામદારો આગની ઝપેટમાં આવી જતા તેમના મોત થયા છે. આ ઘટનામાં અન્ય કામદારો ઈજાગ્રસ્ત થયા હતા જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આગને કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો હતો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
આ ઘટનાની વધુ વિગત મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ કેમિકલ ઝોન GIDCમાં પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક જ બ્લાસ્ટ થતા આગ ભભૂકી લાગવાની ઘટના બની હતી જેમાં બે કામદારોના મોત થયા છે જ્યારે બે કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત કામદારોને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ સુધી બ્લાસ્ટનુ કારણ જાણવામાં આવી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આજુબાજુની ફેક્ટરીમાં તેની અસર જોવા મળી હતી.
Comments
Post a Comment