દુનિયામાં ભારતનો ડંકો, ત્રણ વિકસિત દેશો સાથે એવિએશન ક્ષેત્રે કર્યા સૌથી મોટા કરાર

Image: Pixabay



ભારતએ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. જે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. ભારત દેશ માત્ર જમીન પર જ નહીં પરંતુ આકાશમાં પણ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ એક-બે નહીં પરંતુ ત્રણ દેશો સાથે સૌથી મોટી એવિએશન ડીલ કરી છે. આ ડીલ માત્ર કોર્પોરેટ ડીલ નથી, પરંતુ ત્રણ મોટા દેશો સાથે ભારતના સંબંધોને નવા સ્તરે આગળ લઈ જવાનો કરાર છે.

ડીલ હેઠળ નીચેના વિમાનોની ખરીદી
એર ઈન્ડિયાએ 470 નવા એરક્રાફ્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર એરબસ અને બોઇંગ સાથે કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ, ભારતીય એરલાઇન્સ એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે,  બોઇંગ સાથે 220 વિમાનો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એવિએશન સેક્ટરમાં ટાટા ગ્રુપ દ્વારા આપવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે.

ત્રણ વિકસિત દેશ સાથે ભારત
ભારતના  વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બિડેન, ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને ગઈકાલે આ ડીલની જાહેરાત કરતા એર ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. આ ડીલને લઈને યુએસ, યુકે અને ફ્રાન્સ સાથે ભારતની જુગલબંધીની વાત કરીએ તો તમને  એરબસ એક ફ્રેન્ચ કંપની છે અને બોઈંગ યુએસ સ્થિત ફર્મ છે.

બ્રિટનની વાત કરીએ તો એર ઈન્ડિયા ડીલમાં આ દેશની સૌથી મહત્વની ભૂમિકા છે. નવા એરક્રાફ્ટના ઘણા મહત્વપૂર્ણ ભાગો બ્રિટનમાં જ બનાવવામાં આવી રહ્યા છે. એરક્રાફ્ટની પાંખો ફિલ્ટનમાં ડિઝાઇન કરવામાં આવશે અને બ્રોટનમાં એસેમ્બલ કરવામાં આવશે. આ માટે એરબસે રોલ્સ રોયસ સાથે કરાર કર્યો છે. એરબસ A-350 એરક્રાફ્ટમાં રોલ્સ રોયસ એન્જિન લગાવવામાં આવશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો