BBCની દિલ્હી, મુંબઈ, ઓફિસો ઉપર ઇન્કમટેક્ષ દ્વારા દરોડા


- હજી BBCના અધિકારીઓના નિવાસે દરોડા પડાયા નથી

- BBCએ 2002નાં ગુજરાત રમખાણો ઉપર બે ભાગની ડોક્યુમેન્ટરી 'શેર' કર્યા પછી અચાનક પડાયેલા દરોડાથી આશ્ચર્ય

નવીદિલ્હી : ટેક્ષ ઇવેઝન (કરચોરી)ની સંભાવનાની દ્રષ્ટિએ તપાસ કરવા બીબીસીની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફીસો ઉપર ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે અચાનક જ દરોડા પાડતાં આશ્ચર્ય ફેલાઈ ગયું છે.

બીબીસીએ ૨૦૦૨નાં ગુજરાતના રમખાણો અંગે બે ભાગની ડોક્યુમેન્ટરી (દસ્તાવેજી-ચિત્ર) પ્રસિદ્ધ કર્યા પછી માત્ર થોડાં જ સપ્તાહે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ સંબંધે માહિતી આપતા ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના અનામી રહેવા માંગતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્વેમાં ડીપાર્ટમેન્ટ, કંપનીની ભારત શાખા કરેલા ધંધાકીય વ્યવહારો અંગેના દસ્તાવેજો તપાસવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી કંપનીની ભારત શાખાના પ્રમોટર્સ કે ડીરેક્ટર્સનાં નિવાસસ્થાને કે તેઓનાં અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, બીબીસી દ્વારા બે ભાગનું એ દસ્તાવેજી ચલચિત્ર બતાવાયું છે તે તો મૂળ ઘટના પછી ૨૧ વર્ષે બતાવાયું છે. વળી તેમાં અમદાવાદનું લોકેશન જ નથી. તે ચલચિત્ર તો હૈદરાબાદમાં ઉતારવામાં આવ્યું છે તે જ દર્શાવી આપે છે કે તે પાછળ કોઇ સાજીશ પણ હોવાની સંભાવના નકારી શકાતી નથી. તેમ નિષ્ણાતોનું માનવું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો