ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માતમાં 26 લોકોના મોત, 85 લોકો ઈજાગ્રસ્ત

Image : twitter

અમદાવાદ, 01 માર્ચ 2023, બુધવાર

ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત થતા 16 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 85 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માત બાદ 3 બોગીમાં આગ લાગી હતી.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજધાની એથેન્સ અને થેસાલોનિકી વચ્ચે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એથેન્સથી લગભગ 235 માઈલ ઉત્તરમાં ટેમ્પી પાસે એક પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતને કારણે ઘણી બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી જેમાંથી 3 બોગીઓમાં આગ લાગી હતી.

બચાવ અને રાહત કર્ય માટે સેનાને બોલાવવામાં આવી હતી

આ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે ઘાયલોમાં 25ની હાલત ખુબ જ ગંભીર છે. ઘાયલ મુસાફરોને હોસ્પિટલ લઈ જવા માટે નજીકના શહેરોમાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જ્યારે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. દુર્ઘટના બાદ બચાવકાર્યમાં મદદ માટે સેનાને બોલાવવામાં આવી છે અને હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો