યુક્રેને મોટો ઝટકો! ઈલોન મસ્ક સૈન્ય કાર્યવાહી માટે નહીં આપે ઇન્ટરનેટ સેવા
Image: twitter |
સ્પેસએક્સ કંપનીએ યુક્રન સૈન્યને સ્ટારલિંક સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી રોકવા માટે પગલાં ભર્યા છે. જે અંગેનો ખુલાસો ખુદ સ્પેસએક્સ કંપનીના ચેરમેને કર્યો છે. નિષ્ણાતો અનુસાર, સ્પેસએક્સ કંપનીના આ નિર્ણયથી યુક્રેનની યુદ્ધ યોજને મોટો ફટકો લાગી શકે છે. યુક્રેનનું મુખ્ય શસ્ત્ર છે ડ્રોન યુદ્ધ, જેના માટે સ્ટારલિંક સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ ખુબ જ જરૂરી છે.
સ્પેસએક્સએ ઈલોન મસ્કની કંપની છે, જે તેના સ્ટારલિંક સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. ગયા વર્ષે જ્યારે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારે મસ્કે યુક્રેનિયોને આ સેવા મફતમાં આપવાની જાહેરાત કરી હતી. ત્યારથી આ સેવા યુક્રેન માટે વિશેષ મહત્વ ધરાવે છે.
સ્પેસએક્સ કંપનીના અધિકારી ગ્વિન શોટવેલે કહ્યું છે કે, સ્ટારલિંકની ક્ષમતાને મર્યાદિત કરી શકાય તે માટેના તૈયારીઓ ચાલી રહી છે. શોટવેલે કહ્યું કે, સ્ટારલિંકનો ક્યારેય લશ્કરી હેતુઓ માટે ઉપયોગ કરવાનો ઈરાદો ન હતો. શરૂઆતમાં, કંપનીના અનુમાનની બહાર યુક્રેનિયન દળો આ ટેક્નોલોજીનો આટલી હદે ઉપયોગ કરશે તે અંગે જાણકારી ન હતી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, યુક્રેનમાં લશ્કરી હેતુઓ માટે સ્ટારલિંકના ઉપયોગથી ઈલોન મસ્ક ખરાબ અનુભવી રહ્યા છે. શોટવેલે જણાવ્યું હતું કે, સ્ટારલિંક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જેથી યુક્રેનમાં બેંકો, હોસ્પિટલો વગેરેનું સંચાલન ચાલુ રહે અને લોકો તેમના પરિવાર સાથે સંપર્ક થવામાં સરળતા રહી શકે. તેમણે કહ્યું કે, હવે અમે જાણીએ છીએ કે યુક્રેનનું સૈન્ય તેનો ઉપયોગ કરી રહી છે. આ સેવા આપવા પાછળ અમારો હેતુ આ રીતનો બિલકુલ ન હતો.
Comments
Post a Comment