અમદાવાદીઓ આજે હેલમેટ પહેરીને નિકળજો, નિયમ તોડ્યો તો સમજી લો ગયા

Image Twitter

અમદાવાદ,  તા. 18 ફેબ્રુઆરી 2023, શનિવાર

રાજ્યમાં રોજ બરોજ લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગના બનાવોને નાથના માટે પોલીસ સતત સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરી આરોપી સુધી પહોચવા મહેમત કરી રહી છે. જેમાં આંગડિયા લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગ જેવી ઘટના હવે જાણે સામાન્ય થઈ ગઈ છે. લૂંટારુઓ ધોળે દિવસે આવી લૂંટ કરી ભાગી છુટે છે. ત્યારે આવી ઘટના રોકવા માટે પોલીસ અથાગ પ્રયત્ન કરી રહી છે. જેમાં મોટેભાગે આવા લૂંટારુઓ નંબર પ્લેટ વગરની અથવા તો ચોરીના વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તેથી અમદાવાદ પોલીસે આજે આવા ગુનેગારો સુધી પહોચવા અને આ પ્રકારની લૂંટના બનાવો અટકે તે માટે સ્પશિયલ ડ્રાઈવ શરુ કરી છે. 

નંબર પ્લેટ વગરનું વાહન હશે તો મેમો આપવામાં આવશે

અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં પોલીસની ત્રીજી આંખ કહેવાતા સીસીટીવી કેમેરા લાગેલા છે. છતાં લૂંટારુઓ બેફામ બની લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગના કરી ભાગી છુટે છે. પોલીસ આવા આંગડિયા લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગ જેવી ઘટનાનો ભેદ ઉકેલવા માટે આ રીતે માઈક્રો લેવલનું પ્લાનિંગ કરી રહી છે. જે માટે અમદાવાદ પોલીસે આજે આવા ગુનેગારો સુધી પહોચવા અને આવી  લૂંટના બનાવો અટકે તે માટે સ્પશિયલ ડ્રાઈવ શરુ કરી છે. જેમા નંબર પ્લેટ વગરનું વાહન હશે તો મેમો આપવામાં આવશે અને હેલમેટ પણ ફરજીયાત કર્યુ છે. 

લૂંટારુઓ નંબર પ્લેટ વગરનાં અને ચોરીનાં વાહનોનો ઉપયોગ

શહેરમાં સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં લૂંટારુઓ બેફામ બની લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગના કરી ભાગી છુટે છે. આવા લૂંટારુઓ મોટાભાગે ચેઇન સ્નેચિંગ તેમજ મોબાઇલ અને પર્સ સ્નેચિંગની  લૂંટ કરી ધુમ સ્ટાઈલે ભાગી છુટે છે. આ મુદ્દે એક સર્વેમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે લૂંટારુઓ નંબર પ્લેટ વગરનાં અને ચોરીનાં વાહનોનો ઉપયોગ કરે છે. જેથી પોલિસ કમિશનર સંજય શ્રીવાસ્તવે  લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગની ઘટનાને અંજામ આપવા માટે સ્પશિયલ ડ્રાઈવ શરુ કરી છે. 

લાઈસન્સ, ડોક્યુમેન્ટ તેમજ આરસી બુક નહીં હોય તો વાહન જમા કરાશે

અમદાવાદમાં હજી પણ મોટાભાગના ટુ-વ્હીલર ચાલકો હેલમેટ નથી પહેરતા. એટલે હવે વાહન ચાલક પાસે આરસી બુક, વાહનનાં ડોક્યુમેન્ટ હોવા ફરજીયાત છે. જો તેમની પાસે વાહનના ડોક્યુમેન્ટ નહી હોય તો તેમને જવા દેવામાં આવશે અને નંબર પ્લેટ નહી હોય તો વાહન જમા કરવામાં આવશે. આ સાથે લાઈસન્સ, ડોક્યુમેન્ટ તેમજ આરસી બુક નહીં હોય તો વાહનને જમા લઇને તેને મેમો આપવામાં આવશે. તેમા જો કોઈ શંકાસ્પદ જણાશે તો તેની અટકાયત કરવામાં આવશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો