VIDEO: પાકિસ્તાન PM વિરુદ્ધ ઈમરાન ખાનનું હલ્લાબોલ: આજથી 8 દિવસ જેલ ભરો આંદોલન શરૂ
ઈસ્લામાબાદ, તા.22 ફેબ્રુઆરી-2023, બુધવાર
પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટ અને કમરતોડ મોંઘવારી વચ્ચે દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) લાહોરથી 'જેલ ભરો આંદોલન' શરૂ કર્યું છે. પાર્ટીએ વરિષ્ઠ નેતાઓના ફૂટેજ શેર કર્યા છે, જેમાં ભૂતપૂર્વ સંઘીય મંત્રીઓ શાહ મહમૂદ કુરેશી, અસદ ઉમર, સેનેટર આઝમ સ્વાતિ અને પંજાબના ભૂતપૂર્વ ગવર્નર ઓમર સરફરાઝ ચીમા, પોલીસ વાનની અંદર બેઠેલા જોવા મળ્યા હતા. તેઓએ ત્યાં હાજર પોલીસને તેમની ધરપકડ કરવા કહી રહ્યા છે. આ આંદોલનમાં પાર્ટીના 200થી વધુ સમર્થકો કોર્ટની ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પહેલા PTIના વડા ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે પોતાના સમર્થકોને ધરકડ વહોરવા અને ડરનો માહોલ ખતમ કરવાની અપીલ કરી હતી. પીટીઆઈ આ આંદોલન માનવાધિકાર ઉલ્લંઘન, વધતી મોંઘવારી અને IMF સાથે દેવાની વાટાઘાટોના મુદ્દે કરી રહી છે.
જેલ ભરો, ડરને તોડો
ઝુંબેશની શરૂઆતની જાહેરાત કરતા ઈમરાન ખાને એક વીડિયો સંદેશમાં કહ્યું કે, જેલો ભરો અને ડરને તોડી નાખો. પીટીઆઈની યોજના તેની સરકારને સત્તા પરથી હટાવવા અને વર્તમાન વડાપ્રધાન શેહબાઝ શરીફ હેઠળ દેશમાં સંઘ અને પ્રાંતીય સ્તરે ચૂંટણીઓ કરાવવાના ઈરાદાપૂર્વકના પ્રયાસની વિરુદ્ધ છે.
સોશિયલ મીડિયા પર આંદોલન ટોપ ટ્રેન્ડમાં
PTIની સોશિયલ મીડિયા ટીમે ચાલાકીથી આંદોલન સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડમાં લાવી દીધું છે અને તેમના સમર્થકોને આ ઝુંબેશનો ભાગ બનવા માટે પ્રેરિત કરી રહી છે. PTIએ આંદોલનને વેગીલુ બનાવવા ઘણી રેલીઓનું પણ આયોજન કર્યું છે. જો કે આ દરમિયાન એવી અપેક્ષા છે કે, PTIની ટોચના નેતા પ્રચારના પ્રથમ તબક્કામાં ધરપકડ વહોરી શકશે નહીં. પ્રથમ તબક્કામાં, ઓછામાં ઓછા 200 PTI ત્રીજા સ્તરના નેતાઓ અને સમર્થકોની આજે લાહોરની કોર્ટ દ્વારા ધરપકડ કરવામાં આવે તેવી અપેક્ષા છે. વિગતો અનુસાર, પીટીઆઈ સમર્થકો મોલ રોડ લાહોરમાં પંજાબ પ્રાંતીય એસેમ્બલી બિલ્ડિંગની સામે પહોંચશે, જ્યાં તેઓ તેમનો સરકાર વિરોધી વિરોધ નોંધાવશે અને ધરપકડ માટે રજૂઆત કરશે. પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછા 200 PTI ત્રીજા સ્તરના નેતાઓ અને સમર્થકોની ધરપકડ થઈ શકે છે. મળતી માહિતી મુજબ પીટીઆઈ સમર્થકો મોલ રોડ લાહોરમાં પંજાબ પ્રાંતીય વિધાનસભા ભવનની સામે પહોંચશે, જ્યાં તેઓ સરકાર વિરોધી વિરોધ નોંધાવશે અને ધરપકડ વહોરશે.
કલમ 144 લાગુ
બીજી તરફ પ્રાંતની સરકારે કહ્યું છે કે, પીટીઆઈના વિરોધના સ્થળે જાહેર મેળાવડા પર પ્રતિબંધિત લગાવાયો છે તેમજ પહેલેથી જ મોલ રોડ પર કલમ 144 લાગુ કરી દેવાઈ છે. તેમજ સુરક્ષા અધિકારીઓને આદેશ અપાયો છે કે, જ્યાં સુધી વિરોધ હિંસક અને આક્રમન ન થાય ત્યાં સુધી કોઈની પણ ધરપકડ ન કરવામાં આવે. પીટીઆઈની યોજના મુજબ લાહોર જેલ ભરો તહરીકનો પ્રારંભિક તબક્કો છે. લાહોર બાદ 23 ફેબ્રુઆરીએ પેશાવર, 24 ફેબ્રુઆરીએ રાવલપિંડી, 25 ફેબ્રુઆરીએ મુલતાન, 26 ફેબ્રુઆરીએ ગુજરાંવાલા, 27 ફેબ્રુઆરીએ સરગોધા અને 28 ફેબ્રુઆરીએ સાહિવાલમાં આ જ પ્રકરાનું આંદોલન ચલાવાશે, જ્યારે ફૈસલાબાદ પહેલી માર્ચે આંદોલન કરાશે.
Comments
Post a Comment