વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી ભયંકર ચેતવણી, 2050 સુધીમાં ભારતના આ રાજ્યો પર ફરી વળશે કુદરતનો કહેર

Image Envato





Imege Envato






તા. 21 ફેબ્રુઆરી 2023, મંગળવાર 

ટેકનોલોજીના વિકાસ સાથે માનવી પૃથ્વી પર અનેક પ્રકારના અખતરા કરી કુદરતને પડકારી રહ્યો છે. અને તેના કારણે આજે જળવાયુ પરિવર્તન જોવા મળે છે. અને તેના પરિણામ આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ. સતત જંગલોનો નાસ કરી કોકંરીટ જંગલ ઉભુ થઈ રહ્યુ છે તેમજ વધતા જતા ઔધોગિકરણ વગેરેના કારણે  કુદરતનો ક્રમ તુટી રહ્યો છે. 

વર્ષ 2050 સુધીમાં ભારતના 9થી વધારે રાજ્યોમાં કુદરતી આફતો આવશે
વૈજ્ઞાનિકો છેલ્લા કેટલાક દાયકાઓથી શોધ કરી રહ્યા છે જેમા જળવાયુ પરિવર્તન માટેના આગાહી ખતરો આપી રહ્યા છે. તો આ વખતે ફરી એકવાર દાવો કરતાં  નવી ભયંકર ચેતવણી ઉચ્ચારી છે. વૈજ્ઞાનિકોએ દાવા સાથે કહ્યુ છે કે વર્ષ 2050 સુધીમાં ભારતના 9થી વધારે રાજ્યોમાં કુદરતી આફતો આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર સમગ્ર વિશ્વમાં 50થી વધુ રાજ્યો તબાહ થઈ જશે. તેમા સૌથી વધારે ચીનના શહેરો હશે. આ સાથે તેમાં ભારતના 9 રાજ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમેરિકાના 5 શહેરોને પણ ખતરો રહેલો છે. 


રિપોર્ટ મુજબ ચીનના 26 રાજ્યો આ પ્રકોપનો ભોગ બનશે
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ 50 ક્ષેત્રોમા જે ખતરો વર્તાઈ રહ્યો છે તેમાં મુખ્યત્વે પુર આવવુ, જંગલોમાં આગ, ગરમ હવાની લુ આવવી, સમુદ્રમાં અચાનક જળ વધવું, વાવાઝોડુ આવવું, હિમવર્ષા થવી જેવા અનેક પ્રકારની આફતો આવી શકે છે. રિપોર્ટ મુજબ ચીનના 26 રાજ્યો આ પ્રકોપનો ભોગ બનશે. આ ઉપરાંત ચીનના જિયાંગસુ અને શેડોંગે આ બન્ને મુખ્ય શહેરો હશે. આ ઉપરાંત રિપોર્ટમાં પાકિસ્તાન, બ્રાજીલ, ઈન્ડોનેશિયા પણ સામેલ છે. આવો જાણો ભારતનાં આ ક્યા રાજ્યો છે કે જેનો આ લીસ્ટમાં સમાવેશ થાય છે. 

મુંબઈ

વર્ષ 2050 સુધીમાં દુનિયાભરમાં કેટલાય દેશો કુદરતી આપત્તિનો ભોગ બનશે. જેમાં ભારતના લીસ્ટમાં મુંબઈનો સમાવેશ થાય છે. જે હાઈરીસ્ક પર છે. 

ઉત્તરપ્રદેશ 

ભારતનું સૌથી મોટુ રાજ્ય ઉત્તરપ્રદેશ પણ આ લીસ્ટમાં સામેલ છે. બદલાતી જળવાયુના કારણે ઉત્તર પ્રદેશનો સમાવેશ કરવામાં આવે છે. 

બિહાર

બિહારની રાજધાની પટના સહિત કેટલાક જિલ્લાઓમાં તાપમાન અચાનક વધી જવાથી તેમજ ક્યારેક અતિ ભારે વરસાદથી પુર આવવાની શક્યતાઓ રહેલી છે. રિપોર્ટ મુજબ 2050માં કુદરતી આપત્તિથી બિહારનો તબાહી મચી જશે. 

તમિલનાડુ

ગઈસાલ વાવાઝોડુ આવવાથી તમિલનાડુમાં ભારે નુકસાન થયુ હતુ. જો કે આ પહેલી વાર નથી તમિલનાડુમાં ઘણીવાર આવી સ્થિતિ બની છે. આ રાજ્ય હંમેશા રિસ્ક પર જ રહેલુ છે. રિપોર્ટ મુજબ 2050માં કુદરતી આપત્તિથી તમિલનાડુનો પણ તબાહી મચી જશે. 

રાજસ્થાન 

વાવાઝોડુ અને પુર આવવાથી રાજસ્થાનને ભારે નુકસાન થશે. રિપોર્ટ મુજબ 2050માં કુદરતી આપત્તિથી રાજસ્થાનમાં તબાહી મચી જશે. 

પંજાબ 

પંજાબમાં ક્યાક વધારે સુકુ તો ક્યાક વધારે વરસાદના કારણે પંજાબમાં જીવવુ મુશ્કેલ થઈ જશે. જો કે અત્યારે પંજાબ- હરિયાણામાં વધારે ગરમીની શરુઆત થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ આ રાજ્ય 2050માં કુદરતી આપત્તિથી હાઈરીસ્ક પર હશે.

કેરળ 

કેરળમા ભારે વરસાદથી ઘણીવાર પુરની સ્થિતિ સર્જાઈ છે. જેમાં દક્ષિણ અને મધ્ય કેરળમાં વગર સિઝનમાં અતિ ભારે વરસાદથી પુરની સ્થિતિ આવી શકે છે. 

આસામ

ભારતના ઉત્તર -પુર્વી આસામમાં જળવાયુ પરિવર્તનનો ખતરો રહેલો છે. અને ચા અને સિલ્કની ખેતી માટે જાણીતુ કેરળ કુદરતી આપત્તિમાં તેની ઓળખ ગુમાવી દેશે અને અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થશે.

ગુજરાત  

જળવાયુ  પરિવર્તનમાં ગુજરાત પણ બાકી નથી. અહી બે વર્ષ પહેલા જ મોટા પ્રમાણમાં પુર આવવાથી જનજીવન ખોરવાઈ ગયુ હતુ અને ખેડુતોને પાકને પણ ઘણું નુકસાન થયુ હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો