યુવાવયમાં હાર્ટ એટેકના કેસો વધ્યા, જાણો તેની પાછળના કારણો

Image: Pixabay 



કોરોના વાયરસ પછી ફેફ્સાની બીમારીના દર્દીની સાથે જ હાર્ટના દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે. કોરોના વાયરસ બાદ હાર્ટ પર  અસર થતી જોવા મળી છે. જેને કારણે ભારતમાં હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. 40 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ આજકાલ એટેકથી પોતાનો જીવ ગુમાવે છે. હદય સબંધિત રોગ અને બીમારીઓમાં વધારો થતા તબીબોમાં ચિંતા જોવા મળી રહી છે.

કોવિડ વેક્સીન લેવાને કારણે હાર્ટ એટેક આ વાત માત્ર અફવા
હાર્ટના એક નિષ્ણાત મુજબ, કોરોનાએ માણસની નસો પર પણ અસર કરી છે, જેને કારણે નસોમાં સોજો, જેને બળતરા પ્રતિક્રિયા કહેવામાં આવે છે તે નસોને બ્લોક કરવામાં વધારો કરે છે. જોકે નિષ્ણાતો એ વાતને તદ્દન નકારે છે કે, કોવિડ વેક્સીન લેવાને કારણે હાર્ટ એટેક કે હદયના દર્દીની સંખ્યામાં વધારો થયો છે, આ વાત માત્ર અફવા છે. 

નાની ઉંમર હાર્ટ એટેકના કેસમાં વધારો 
આજના યુવાઓની ખરાબ લાઇફસ્ટાઇલ નાની ઉંમરમાં તેમણે હદયના રોગી બનાવી દે છે. આવી કેટલીક ઘટનાઓ છે જેમાં યુવાઓનું અચાનક મોત થતા તેના કારણ માં હાર્ટ એટેક જોવા મળતું હોય છે. ચોકાવનારી વાત એ છે કે હાર્ટ એટેકની આ પરેશાની તે યુવાઓમાં થઇ રહી છે જેમણે ના તો બ્લડપ્રેશરની સમસ્યા છે અને ના તો ડાયાબિટિસ છે. હાર્ટ એટેક જેવી બીમારીથી બચવા માટે તેની પાછળા કારણ ખબર હોવી જરૂરી છે જેને કારણે તમે તેનાથી બચી શકો.

હાર્ટ એટેકના લક્ષણ

  • બેચેની થવી
  • બન્ને હાથમાં દુખાવો થવો
  • જડબુ, ગળા કે પીઠમાં દુખાવો
  • મન અશાંત રહે અને ચક્કર આવે
  • સતત પરસેવો થવો

અચાનક હાર્ટ એટેક આવે આટલું જરૂરથી કરવું 
કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે તો તેને ચોક્કસ સ્થિતિમાં જમીન પર બેસાડવો જોઈએ અને તરત જ તે વ્યક્તિને આદુનો ટુકડો આપી તેને ચાવવાનું કહે છે. આ શરીરમાં નાઈટ્રિક ઑકસાઈડનું ઉત્પાદન વધારશે અને નસો ખોલશે. આ પછી દર્દીને હોસ્પિટલમાં લઈ જઈ શકાય છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો