એર ઈન્ડીયાની મોટી ડીલ, બોઈંગથી 220 વિમાન ખરીદવાનો નિર્ણય, PM મોદીએ કહ્યુ ઐતિહાસિક
Image Twitter |
તા. 14 ફેબ્રુઆરી 2023, મંગળવાર
ટાટા ગ્રુપની માલિકીવાળી એર ઈન્ડિયાએ અમેરિકન એરોસ્પેસ કંપની બોઈંગ સાથે આજ સુધીનો સૌથી મોટો કરાર કર્યો છે. આ ડીલ મુજબ એર ઈન્ડિયા બોઈંગ પાસેથી 34 અબજ ડોલરમાં 220 વિમાન ખરીદવા જઈ રહી છે. આ ઉપરાંત પણ 70 વધુ એરક્રાફ્ટ ખરીદવાનો પ્લાન પણ છે. ટાટા ગ્રુપની માલિકી હેઠળ એર ઈન્ડિયાએ મંગળવારે ફ્રાન્સ અને અમેરિકા પાસેથી 500 વિમાનની ખરીદવાની ડીલ થઈ છે. આ સાથે એર ઈન્ડીયાએ તેની અત્યાર સુધી સૌથી મોટી વિમાનની ડીલ છે.
નાગરિક ઉડ્ડયનના ઈતિહાસમાં આ સૌથી મોટી ડીલ
એક માહિતી મુજબ ટાટાની માલિકીવાળી એર ઈન્ડીયાએ અત્યાર સુધીની આ સૌથી મોટી ડીલ કરી લીધી છે. જેમા એર ઇન્ડિયાએ 470 નવા વિમાન ખરીદવા બાબતે કરાર કર્યો છે જેમાં ફ્રાન્સની કંપની એરબસ પાસેથી 250 વિમાન ખરીદવામાં આવશે અને અમેરિકી કંપની બોઈંગ પાસેથી 290 વિમાન ખરીદવામાં આવશે. એવુ કહેવામાં આવે છે કે આ એર ઈન્ડીયાની અત્યાર સુધીની સૌથી મોડી ડીલ છે. તેથી હવે એર ઈન્ડીયાએ ગ્લોબલ બનવાની દિશામાં મોટુ પગલું ગણાવી શકાય. આ ડીલ એક ઐતિહાસિક ડીલ માનવામાં આવે છે. જે નાગરિક ઉડ્ડયનના ઈતિહાસમાં આ સૌથી મોટી ડીલ છે.
PM મોદીએ કહ્યુ કે આ ઐતિહાસિક ડીલ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ એરબસ સાથેનો 250 એરક્રાફ્ટનો કરારને એક ઐતિહાસિક ડીલ છે અને હવે ભારત અને ફ્રાન્સ સાથેના સંબંધોની મજબૂત બનશે. એરલાઇન તેના કાફલા અને કામગીરીને વધારવાની તૈયારી કરી રહી છે.
Comments
Post a Comment