ઈઝરાયેલના હવાઈ હુમલાથી ધણધણી ઉઠ્યું દમાસ્કસ, એક મહિલા સહિત 15 લોકોના મોત

Image : twitter

અમદાવાદ, 19 ફેબ્રુઆરી 2023, રવિવાર

વિનાશક ભૂકંપથી પ્રભાવિત સીરિયાની રાજધાની દમાસ્કસમાં ગત મોડી રાત્રે ઇઝરાયેલની સેનાએ હવાઇ હુમલો કર્યો હતો. આ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. આ હવાઈ હુમલામાં એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું.

સીરિયાની સમાચાર એજન્સી પ્રમાણે સ્થાનિક સમય અનુસાર લગભગ રાત્રે 12:30 વાગ્યે દમાસ્કસમાં ભયંકર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણી રહેણાંક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. મૃતકોમાં સૈનિકો પણ સામેલ છે જ્યારે 15 નાગરિકો ઘાયલ થયા છે. સીરિયાની રાજધાની દમાસ્કસ ગ્રામ્ય વિસ્તારમાં ઈરાની સ્કૂલ અને ઈરાની મિલિશિયા અને લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લા સાથે જોડાયેલા સ્થળોને નિશાન બનાવતા હુમલામાં એક મહિલા સહિત 15 લોકો માર્યા ગયા હતા. જોકે, હવાઈ હુમલા અંગે ઈઝરાયેલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. ઈઝરાયેલ અવારનવાર હવાઈ હુમલાઓ દ્વારા દમાસ્કસની આસપાસના વિસ્તારોને નિશાન બનાવે છે. ગત 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ આ પહેલો હુમલો કર્યો હતો.

આ પહેલા સીરિયામાં આતંકી હુમલો થયો હતો

આ અગાઉ શુક્રવારે સીરિયામાં આવેલા ભૂકંપ વચ્ચે હોમ્સમાં આતંકી હુમલો થયો હતો, જેમાં 53 લોકોના મોત થયા હતા. સરકારી મીડિયાએ આ હુમલા માટે ISને જવાબદાર ઠેરાવ્યું હતું. પાલમિરા હોસ્પિટલના ડાયરેક્ટર વાલિદ ઓડીએ જણાવ્યું હતું કે મૃતકોમાં 46 નાગરિકો અને સાત સૈનિકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં ઘણા લોકોને નિશાન બનાવતા હુમલા બાદ મૃતદેહોને પાલમિયારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે