પિતાના બોધનો ઉલ્લેખ... PM મોદી પર પ્રહાર... સિસોદિયાએ CM કેજરીવાલને મોકલ્યું 3 પેજનું રાજીનામું
Image - Manish Sisodia, Facebook |
નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી-2023, મંગળવાર
દિલ્હીની દારૂની એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાએ મંગળવારે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખેલા ત્રણ પાનાના રાજીનામા પત્રમાં તેમણે પોતાના પિતાનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે, દિલ્હીના લોકો સારી રીતે જાણે છે કે છેલ્લા 8 વર્ષથી મેં દિલ્હી સરકારમાં મંત્રી તરીકે પૂરી ઈમાનદારી સાથે કામ કર્યું છે. મારા સ્વર્ગસ્થ પિતાએ હંમેશા મને મારું કામ ઈમાનદારી અને નિષ્ઠાથી પૂર્ણ કરવાનું શીખવ્યું હતું. તેમણે વધુમાં લખ્યું છે કે, જ્યારે હું છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા પિતાએ ભગવાન કૃષ્ણની ખૂબ જ સુંદર તસવીર બનાવીને મારા પલંગની સામે મૂકી હતી. આ તસવીરની નીચે તેમણે એક વાક્ય લખ્યું હતું, ‘ઈમાનદારી અને નિષ્ઠા સાથે પોતાનું કાર્ય પૂર્ણ કરવું એ જ કૃષ્ણની સાચી પૂજા છે.’
સિસોદિયાએ CM કેજરીવાલને લખ્યું 3 પાનાનું રાજીનામું
CBIએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી
CBIએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીની દારૂની એક્સાઇઝ પોલિસી કેસમાં કથિત કૌભાંડ મામલે મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ 4 માર્ચ સુધી સીબીઆઈ રિમાન્ડ પર છે. નવી આબકારી નીતિ 17 નવેમ્બર-2021ના રોજ દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા લાગુ કરાઈ હતી. જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે LG વી.કે.સક્સેનાને એક રિપોર્ટ સુપરત કર્યો હતો જેમાં આબકારી નીતિમાં અનિયમિતતાઓ અને દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો આરોપ મૂક્યો હતો. સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી.
Comments
Post a Comment