VIDEO : ફરી નેતાઓએ હદ વટાવી, દિલ્હી MCD સદનમાં ભાજપ-આપના કાઉન્સિલરો વચ્ચે મારામારી
નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી-2023, શુક્રવાર
દિલ્હી મ્યુનિસિપિલ કોર્પોરેશનમાં સ્થાઈ સમિતિની ચૂંટણીને લઈ જોરદાર બબાલ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી માત્ર વિરોધ અને શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું હતું, જોકે હવે MCDનું ગૃહ યુદ્ધક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે. અહીં કાઉન્સિલરો વચ્ચે મારામારીના વીડિયો સામે આવી રહ્યા છે. દરમિયાન બુધવારે રાત્રે શરૂ કરાયેલ મતદાનની કાર્યવાહી બીજા દિવસે સવાર સુધી પણ પૂર્ણ થઈ શકી નથી. આખી રાત ચાલેલા હંગામા અને મારમારી બાદ આજે સવાર સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
કાઉન્સિલરો વચ્ચે મુક્કાબાજી
દિલ્હી MCD ફરી યુદ્ધનું મેદાન બની ગયું છે. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને મતદાન થયું હતું, જોકે ફરી આપ અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે છુટાહાથની મારામારી શરૂ થઈ ગઈ. એટલું જ નહીં કાઉન્સિલરો એકબીજાને મુક્કા મારી રહ્યા છે, તો વાળ પણ ખેંચવામાં આવી રહ્યા છે.
મહિલા કાઉન્સિલરો પણ આક્રમક બની
ઉલ્લેખનિય છે કે, એમસીડીમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને આજે મતદાન થયું હતું. જોકે મતદાન દરમિયાન સામ-સામે જોરદાર બબાલ શરૂ થઈ ગઈ હતી અને ફરી મતગણતરીની માંગ ઉઠતા ફરી ભાજપ અને આપ કાઉન્સિલરો સામ-સામે આવી ગયા અને મારમારી શરૂ થઈ ગઈ હતી. હાલ જે વીડિયો સામે આવ્યા છે, તેમાં કાઉન્સિલરો એકબીજાને લાતો-ફેંટો મારી રહ્યા છે. મહિલા કાઉન્સિલરો પણ આક્રમક જોવા મળી રહી છે.
કાઉન્સિલરો હિંસક બન્યા
અગાઉ પણ MCDમાં ભાજપનું પ્રદર્શન જોવા મળ્યું હતું. ભાજપે કાઉન્સિલર ‘મેયર તેરી તાનાશાહી નહીં ચલેગી’ ના સૂત્રોચ્ચાર કર્યા. ભાજપના કાઉન્સિલરોએ સૂત્રોચ્ચાર લખેલા કાગળો પણ બતાવ્યા હતા, કાગળો ફાડીને ગૃહમાં ફેંકવામાં આવ્યા હતા અને ઉપરાંત કાઉન્સિલરોએ ડેસ્ક પર દાવો કર્યો હતો. આ સમય સુધી માત્ર સૂત્રોચ્ચાર અને શાબ્દીક યુદ્ધ જ ચાલી રહ્યું હતું તેમજ સ્થિતિ પણ નિયંત્રણમાં હતી. જોકે હવે કાઉન્સિલરો હિંસક બની ગયા છે, એકબીજાને મારી રહ્યા છે. થોડા દિવસો પહેલા સ્થાયી સમિતિની ચૂંટણી માટે ગૃહમાં ઘણો હંગામો સર્જાયો હતો. પાણીની બોટલો એકબીજા પર ફેંકવામાં આવી હતી. તે દરમિયાન એવો આક્ષેપ કરાયો હતો કે, મતદાન કર્યા બાદ પાંચ કાઉન્સિલરોએ બેલેટ પરત આપ્યા નથી. ત્યારબાદ ભાજપે આદમી પાર્ટી પર ધાંધલ-ધમાલનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે બંને પક્ષો સામ-સામે આવી ગયા હતા અને હિંસક મારામારી શરૂ કરી દીધી હતી.
Comments
Post a Comment