તૃણમૂલ કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક થયું, નામ અને પ્રોફાઇલ પિક્ચર બદલાયું
Image : Twitter |
અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર
આજે તૃણમૂલ કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. હેકરે TMCના ટ્વિટર એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર અને નામ બદલી નાખ્યું છે. ટ્વિટર હેન્ડલનું નામ બદલીને 'યુગ લેબ્સ' રાખવામાં આવ્યું હતું. યુગ લેબ્સ એ યુએસ સ્થિત બ્લોકચેન ટેક્નોલોજી કંપની છે જે NFTs અને ડિજિટલ સંગ્રહનો વિકાસ કરે છે. તે ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ મીડિયામાં વિશેષતા ધરાવતી કંપની પણ છે.
અગાઉ પણ અન્ય પાર્ટીઓના ટ્વિટર હેન્ડલ હેક થઈ ચૂક્યા છે
આ અગાઉ પણ અનેક પાર્ટીઓના ટ્વિટર હેન્ડલ હેક થઈ ચૂક્યા છે. ગયા વર્ષે 10 ડિસેમ્બરના રોજ, YSR કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં ટ્વિટ કરવામાં આવી હતી. પાર્ટીનું ટ્વિટર બાયો પણ બદલાઈ ગયું છે. ઓક્ટોબરમાં તેલુગુ દેશમ પાર્ટીનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2022માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment