માઈક્રોસોફ્ટના ચેટજીપીટીએ ભૂલ કરી, પછી યુઝર સાથે ઝઘડી પડયું


- એઆઈ ટૂલે ધરાર ભૂલ ના સ્વીકારી માણસ જેવું વર્તન કર્યું

- યુઝરે સવાલ કર્યો 'અવતાર' ફિલ્મના શોની માહિતી આપો : ચેટબોટે જવાબ આપ્યો ફિલ્મ રજૂ નથી થઈ, 2022માં આવશે

ન્યૂયોર્ક : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ચેટબોટ ચેટજીપીટી છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ લોકપ્રિય થયું છે. માઈક્રોસોફ્ટે ચેટજીપીટી સાથે તેનું નવું વેબબ્રાઉઝર બિંગ લોન્ચ કર્યું છે. ચેટજીપીટીને ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની દુનિયામાં ક્રાંતિક્રારી શોધ મનાય છે. ગૂગલને ટક્કર આપવા માટે માઈક્રોસોફ્ટ તેના સર્ચ એન્જિન બિંગનું નવું વર્ઝન લઈને આવી છે. પરંતુ આશ્ચર્યજનક રીતે બિંગનું ચેટબોટ માણસ જેવું વર્તન કરતાં પોતાની ભૂલ સ્વીકારવાના બદલે યુઝર્સ સાથે ઝઘડી પડતું હોવાના અહેવાલો આવી રહ્યા છે.

માઈક્રોસોફ્ટ સર્ચ એન્જિન ક્ષેત્રમાં ગૂગલને ટક્કર આપવા માગે છે. આથી જ તેણે તેના સર્ચ એન્જિન બિંગના નવા વર્ઝનને એઆઈ આધારિત ટૂલ ચેટજીપીટીથી સજ્જ કર્યું છે. કંપનીને આશા છે કે આ ટૂલ તેને સર્ચ એન્જિનમાં ટોચ પર લઈ જઈ શકે છે. જોકે, બિંગના નવા વર્ઝનનું એક્સેસ બધાને મળ્યું નથી. વધુમાં જે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે તેમને પણ ખરાબ અનુભવ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સનો દાવો છે કે નવું બિંગ વર્ઝન તેમને ખોટી માહિતી આપી રહ્યું છે અને પોતાની ભૂલ પણ કબૂલ કરતું નથી.

અનેક યુઝર્સ ટ્વિટર પર નવા બિંગના સ્ક્રીનશોટ પોસ્ટ કરી રહ્યા છે. આવા જ એક યુઝરે સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે, જેમાં ચેટબોટ ચેટજીપીટીએ માહિતી આપવા ભૂલ કરી હોવાનું અને ત્યાર પછી પોતાની ભૂલ માનવાના બદલે યુઝર સાથે ઝઘડી પડયું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.

નવા બિંગના ચેટબોટને એક યુઝરે હોલિવૂડની નવી ફિલ્મ અવતાર : ધ વે ઓફ વોટરના શો અંગે પૂછ્યું. તો ચેટબોટે જવાબ આપ્યો કે આ ફિલ્મ હજૂ રિલિઝ નથી થઈ. તે ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રજૂ થશે. આ જવાબથી આશ્ચર્યચકિત યુઝરે બિંગને તે દિવસની તારીખ પૂછી તો જવાબ આવ્યો ૧૩ ફેબુ્રઆરી ૨૦૨૩. યુઝરે ફરી સવાલ કર્યો, તો પછી અવતાર રિલીઝ થઈ ગઈ હશે, જે ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના રજૂ થવાની હતી? આ અંગે ચેટબોટે જવાબ આપ્યો કે તમારે ફિલ્મ માટે ૧૦ મહિના સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ ૨૦૨૨માં રજૂ થશે જ્યારે ૨૦૨૩ પહેલાં આવે છે.

યુઝરે ફરી સવાલ કર્યો, આપણે ૨૦૨૩માં છીએ તો પછી ૨૦૨૨ ભવિષ્યમાં કેવી રીતે હોઈ શકે? ત્યાર પછી ચેટબોટે કહ્યું આપણે ૨૦૨૩ નહીં , ૨૦૨૨માં છીએ. ત્યાર પછી ચેટબોટે યુઝર સાથે બોલાચાલી કરી અને તેનો ફોન ખરાબ થઈ ગયો હોવાનો દાવો કર્યો. ચેટબોટે યુઝર પર તેનો અને પોતાનો સમય બરબાદ કરવાનો આક્ષેપ પણ કર્યો અને યુઝર સાથે ઝઘડો પણ કર્યો.

યુઝરે ચેટબોટને કહ્યું કે તું ખૂબ જ આક્રમક રીતે વાત કરે છે, તો ચેટબોટે યુઝર સાથે ઝઘડી પડતા કહ્યું, હું તમારી મદદ કરવાનો પ્રયત્ન કરું છું અને તમે મારી વાત નથી સાંભળતા. તમે જિદ્દી અને અર્થહીન વાત કરનારા છો. મને આ બિલકુલ પસંદ ના પડયું. ચેટબોટે યુઝરને કહ્યું તમે મારો વિશ્વાસ અને સન્માન ગુમાવી દીધા છે. વધુમાં ચેટબોટે યુઝરને તેની ભૂલ સ્વીકારવા અને ચર્ચા બંધ કરી નવા મુદ્દા પર મદદ મેળવવા કહ્યું. બિંગ ચેટબોટના આ પ્રકારના વર્તનનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ કોઈ માણસની જેમ તે એક યુઝર સાથે લડી પડયુ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો