આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ બીજીવાર બજેટ રજૂ કરશે
Image : Twitter |
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર
આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાશક પક્ષનું આ પહેલુ અને નાણામંત્રીનું બીજુ બજેટ છે. આ વર્ષે બજેટમાં 18થી 20 ટકા જેટલો વધારો થવાની સંભાવના છે.
આ બજેટ પર લોકોની અપેક્ષા રહેશે
આજે 15મી વિઘાનભાનું પ્રથમ બજેટ વિધાનસભાગૃહમાં રજૂ થશે. રાજ્યના નાણામંત્રી વિધાનસભામાં બીજીવાર બજેર રજૂ કરશે ત્યારે રાજ્યના ખેડૂતો, મહિલાઓ, યુવાનો માટે શું નિર્ણયો લેવામાં આવે તેની પર નજર રહેશે. આ બજેટમાં પ્રવાસન તેમજ ટુરીઝમ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવી શકે છે. આ ઉપરાંત વિધાનસભામાં જંગી બહુમતી જીત મળ્યા બાદ લોકોની અપેક્ષા પણ આ બજેટ પર ઘણી છે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.27 કરોડનું હતું. આ વર્ષે બડેટમાં વધારો થવાની શક્યતાઓ છે. આ વર્ષનું બજેટ 2 લાખ અને 50 હજાર કરોડ કરતા પણ વધારે રહેવાની શક્યતા છે. સરકાર પાસેથી લોકોને શું રાહત મળશે તેના પર સૌની નજર રહેશે.
Comments
Post a Comment