ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભામાં શક્તિ પ્રદર્શન, 12 વિપક્ષી દળોનો નવો દાવ

નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2019 સોમવાર

કેન્દ્ર સરકાર સામે આજે ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં પાસ કરાવવાનો પડકાર છે. રાજ્યસભામાં વિપક્ષ મજબૂત છે એવામાં મોદી સરકાર કેવી રીતે પડકારોને પાર કરે છે તેની પર તમામની નજર છે. 

કેન્દ્ર સરકાર આજે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ કરશે. લોકસભમાં આ બિલ પાસ થઈ ગયુ છે પરંતુ સરકારની સામે પડકાર છે કે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ કરાવે. રાજ્યસભામાં વિપક્ષ પાસે બહુમત છે આ જ કારણ છે કે મોદી સરકાર માટે મોટી મુશ્કેલી છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓની માગ છે કે બિલને સેલેક્ટ કમિટીની પાસે મોકલવામાં આવે. આ મુદ્દા પર તેમણે રાજ્યસભાના ચેરમેનને ચિઠ્ઠી લખી છે. રાજ્યસભામાં બિલ બપોરે બે વાગે રજૂ થઈ શકે છે. 

રાજ્યસભામાં બહુમતમાં વિપક્ષ હવે એક થતુ જોવા મળી રહ્યુ છે. બિલના પાસ થવા પહેલા જ લગભગ 12 રાજકીય દળોએ સભાપતિ વેકૈંયા નાયડુને ચિઠ્ઠી લખીને આને સેલેક્ટ કમિટીની પાસે મોકલવાની માગ કરી છે. આ 12 પાર્ટીઓમાં કોંગ્રેસ, NCP, ટીડીપી, TMC, સીપીઆઈ, સીપીએમ અને આમ આદમી પાર્ટી જેવા દળ સામેલ છે.

કેન્દ્ર સરકાર માટે મોટો ઝટકો એ પણ છે કે આ 12 દળોમાં તમિલનાડુની AIADMK પણ સામેલ છે. જે અત્યાર સુધી મોદી સરકારના સમર્થનમાં માનવામાં આવી રહી હતી. નિયમો અનુસાર, ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભામાં ચર્ચાથી પહેલા ચેરમેન આ પ્રસ્તાવની જાણકારી સદનને આપશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો