રાજકીય સ્વાર્થ માટે વડા પ્રધાન મોદી દેશને છેતરી રહ્યા છેઃCM કુમાર સ્વામીનો આક્ષેપ

- ખેડૂતોના બેંક ખાતામાં ૩૫૦ કરોડ જમા થઇ ગયા હવે એક લાખ ખેડૂતોને લાભ મળશે

(પીટીઆઇ) બેંગલુરૂ,તા. 31 ડિસેમ્બર 2018, સોમવાર

કર્ણાટકના ખેડૂતોની લોન માફીને અત્યંત ઘાતકી મજાક ગણાવતા વડા પ્રધાન મોદી પર વળતો પ્રહાર કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન કુમાર સ્વામીએ આજે મોદી પર જોરદાર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે મોદી પોતાના રાજકીય સ્વાર્થ ખાતર દેશને છેતરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. તેમના દ્વારા જાહેર કરાયેલી લોન માફી યોજનાના અમલીકરણ તરફ કોંગ્રેસ-જદએસ સરકારની પ્રતિબધ્ધતાને ફરીથી દોહરાવતા તેમણે દાવો કર્યો હતો કે અત્યાર સુધી આશરે ૬૦ હજાર ખેડૂતોને માફીનો લાભ મળી ચૂક્યો હતો.

'કૃષિ લોન માફી અમારી સરકારની પ્રતિબધ્ધતા છે જે અમે  ખેડૂતોના હિતોને રક્ષા  પ્રત્યે વ્યક્ત કરી હતી અને તેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે તેમજ નોંધપાત્ર રકમ પણ ચૂકવાઇ ગઇ છે'એમ તેમણે આજે કહ્યું હતું. તેમણે મોદીની ટીપ્પણી પર ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું કે કેટલી દુખની વાત છે કે મોદી વડા પ્રધાન થઇને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને અમારી પ્રતિબધ્ધતાને તેઓ ક્રુર મજાક ગણાવે છે. ખરેખર મજાક તો તેઓ દેશની સાથે કરે છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે મોદીએ વિડીયો કોન્ફરન્સ મારફતે પક્ષના કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી લોન માફીની જાહેરાત ખેડૂતો સાથે કરેલી ક્રુર મજાક હતી. તેના જવાબમાં સુમાર સ્વામીએ કહ્યું હતું કે તેઓ અસંવેદનશિલ અને ખોટા નિવેદનો કરી રહ્યા છે. અમારી સરકાર ખુલ્લા પુસ્તક સમાન છે. આવતા સપ્તાહે વધુ એક લાખ ખેડૂતોને લોન માફીનો લાભ મળશે.

તેમણે મોદીની વાત કાપતા બાર મુદ્દા રજૂ કર્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે અમે કરદાતાઓના પૈસાનો વ્યવ કરતા નથી,દરેક સાચા ખેડૂતને લાભ થશે, સહકારી મંડળીઓને અલગ રાખી, અન્યો રાજ્યોએ પણ અમારા મોડેલને માન્યા રાખ્યો,  પારદર્શિતા વગેરે મુદ્દાઓનો સમાવેશ થતો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો