કાદરખાને 300 ફિલ્મોમાં અભિનય કર્યો હતો, 250 ફિલ્મોમાં સંવાદો લખ્યા હતા
નવી દિલ્હી, તા. 1. જાન્યુઆરી 2018 મંગળવાર
નવા વર્ષની શરુઆત જ દુ:ખદ રહી છે. ફિલ્મ અભિનેતા કાદરખાનના નિધનના પગલે બોલીવૂડે એક ઉમદા અભિનેતા અને સંવાદલેખક ગુમાવ્યા છે.
ઓલરાઉન્ડર કહેવાતા કાદરખાનનો જન્મ 1937માં કાબૂલમાં થયો હતો. તેમણે 300થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ હતુ. લેખકથી માંડીને અભિનેતા સુધીના અલગ અલગ રોલમાં ફિટ બેસનારા કાદરખાન દર્શકોના દિલ પર રાજ કરતા હતા.ખલનાયકથી માંડીને કોમેડિયન તરીકેને તમામ ભૂમિકાઓ પર તેમની હથોટી હતી.
જોકે કેટલાક વર્ષોથી તે અસ્વસ્થ હોવાથી ફિલ્મોથી દુર થઈ ગયા હતા.250 જેટલી ફિલ્મોમાં તેમણે સંવાદો લખ્યા હતા.1973માં દાગ ફિલ્મમાં પહેલી વખત તેમણે અભિનય કર્યો હતો.જ્યારે સુપરહીટ ફિલ્મ રોટીમાં પહેલી વખત તેમણે સંવાદો લખ્યા હતા.1974માં તેમને મનમોહન દેસાઈએ આ માટે 1.21 લાખ રુપિયા ફી ચુકવી હતી.જે એ જમાના પ્રમાણે ઘણી વધારે હતી.
આ સિવાય અનાડી, સુહાગ, બેનામ, મિસ્ટર નટવરલાલ, મુકદ્દર કા સિકંદર, નસીબ, યારાના, હિમ્મતવાલા, આંખે જેવી સંખ્યાબંધ સુપરહિટ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો.
ગોવિંદા અને શક્તિકપૂર સાથે તેમની જોડીએ ઘણી હિટ ફિલ્મો આપી હતી.દિલિપકુમાર પણ તેમના અભિનયથી પ્રભાવિત થયા હતા.
Comments
Post a Comment