આ સુપ્રસિધ્ધ મંદિરમાં હવેથી ડ્રેસ કોડ, મહિલાઓ નહી પહેરી શકે અમુક પ્રકારના કપડા

હૈદ્રાબાદ, તા. 1. જાન્યુઆરી 2018 મંગળવાર

આંધ્રપ્રદેશના વિજયવાડાના સુપ્રસિધ્ધ ઈંદ્રકિલાદી મંદિરમાં નવા વર્ષથી શ્રધ્ધાળુઓ માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.

આ મંદિરમાં રોજે રોજ સરેરાશ 25000 ભાવિકો દર્શન કરવા માટે આવતા હોય છે.ડ્રેસ કોડનુ દરેક શ્રધ્ધાળુએ પાલન કરવુ પડશે.ખાસ કરીને મહિલાઓ સાડી અથવા તો બીજા પરંપરાગત કપડા પહેરવા પડશે.

મંદિરના કાર્યકારી અધિકારી કોટેશ્વરમ્માના કહેવા પ્રમાણે જેમને ડ્રેસકોડની ખબર નહી હોય તેમને મંદિર તરફથી 100 રુપિયામાં સાડી આપવામાં આવશે. મંદિરમાં ચેન્જિંગ રુમની પણ વ્યવસ્થા કરાશે.મંદિરમાં જે કપડા બેન કરવામાં આવ્યા છે તેમાં બરમૂડા, શોર્ટસ, મિની સ્કર્ટસ, લો વેસ્ટ જીન્સ, શોર્ટ લેન્થ ટી શર્ટ, સ્લીવલેસ ટોપનો સમાવેશ થાય છે.

આ મંદિર કનક દુર્ગા મંદિર તરીકે પમ જાણીતુ છે.વિજયવાડામાં પહાડી પર આવેલા મંદિરનો ઈતિહાસ બહુ જુનો છે.એવુ કહેવાય છે કે માતા પાર્વતીને સમર્પિત આ મંદિરની સ્થાપના અર્જુને ભગવાન શિવની આરાધના કરતી વખતે કરી હતી.નવરાત્રીમાં છઠ્ઠના દિવસે તો લાખો ભાવિકો અહીંયા ઉમટતા હોય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે