દિલ્હીની વાત - ભાજપના મિત્રો દુશ્મન બની રહ્યા છે
ભાજપના મિત્રો દુશ્મન બની રહ્યા છે
નવી દિલ્હી,તા. 31 ડિસેમ્બર 2018, સોમવાર
લોકસભાની ચૂંટણી નજીક આવતા ૨૦૧૮માંથી લોકોને એવું જાણવા મળી રહ્યું છે કે જુના મિત્રો દુશ્મન બની રહ્યા છે અને દુશ્મનો નવા જ બ્રિજ બનાવી શકે છે. એનડીએનાના મિત્રો ખૂબ જ આક્રમક બની રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના, જમ્મુ- કાશ્મીરમાં પીડીપી (મેહબુબા મુફતી), બિહારમાં કુશવાહા અને પંજાબમાં અકાલી દળ જેવા પક્ષો ભાજપના વિરોધી બની રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસને એસપી-બીએસપીમાં નવા મિત્રો મળી રહ્યા છે.
કર્ણાટકમાં ભાજપની ચાલ નિષ્ફળ રહી
કર્ણાટકમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી હોવા છતાં કોંગ્રેસે જનતા દળ એસ-સાથે મળીને સત્તા આંચકી લીધી. પરિમામે એનડીએના રાજકારણમાં કોંગ્રેસે સેંધ મારી હતી અને કોંગ્રેસ માટે એ ટર્નિંગ પોઇન્ટ સાબીત થયું. તેલુગુ દેશમના નેતા અને આંઘ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન.ચંદ્રાબાબુ એ તેસંગાણામાં કોંગ્રેસ સાથે હાથ મીલવ્યા.તો આ તરફ કેસીઆર તરીકે જાણીતા તેલંગાણાના મુખ્ય પ્રધાન બિન ભાજપ અને બિન કોંગ્રેસ પક્ષોનો શંભુમેળો ભેગું કરવા પ્રયાસો કરે છે. તેઓ નવા મિત્રોની શોધમાં છે. રાજકારણી ભલે એમ કહે કે તેઓ સિધ્ધાંતના આધારે ચૂંટણી લડે છે, પરંતુ સ્વાર્થી રાજકારણ રમે છે.
રાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા તૈયાર થયેલા કેસીઆરે દિલ્હીમાં એક કાયમી ઓફિસ શરૂ કરવા નિર્ણય કર્યો હતો. તેમણે પોતાના સમર્થકોને પાટનગરમાં યોગ્ય જગ્યા શોધવા કહ્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક આવતા આ પ્રક્રિયા ઝડપી બને તો નવાઇ નહીં.
સેલ્ફીટિસથી છુટકારો મેળવવા ભાજપની માગ
ઉત્તર પ્રદેશના ભાજપના બે સાંસદોએ આરોગ્ય મંત્રાલયને પત્ર લખી ેસેલ્ફીટિસ એટલે કે સેલ્ફીની માનસિક બીમારીથી છુટકારો મેળવવા મદદ માગી હતી. વોશિંગ્યન પોસ્ટના એક અહેવાલ મુજબ, સમગ્ર વિશ્વમાં ૨૫૦ લોકોએ સેલ્ફી ડિસઓર્ડરના કારણે મોત વહાલું કર્યું હતું. પરંતુ આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જવાબમાં લખ્યું હતું કે ભારતમાં સેલ્ફીને કોઇ બિમારી તરીકે ગણવામાં આવી નથી.
વડા પ્રધાન મોદીને સેલ્ફીનું વળગણ
સ્માર્ટ ફોનથી લીધેલો સેલ્ફી કે પછી પોટ્રેટે ભારતમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. હવે તો વડા પ્રધાન પણ વિદેશી મહાનુભવો સાથે સેલ્ફી લઇ સોશિયલ મીડિયામાં તેને પોસ્ટ કરે છે.ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ નેટવર્ક સાઇટમાં સૌથી વધારે જેના ફોલોઅર્સ છે તે મોદી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે રાજકીય અભિયાન શરૂ કરવાની કેર્ડિટ જાય છે.
ઠાકરેની બાયોપિક અને વિવાદ
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની બાયોપિક એટલે કે એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ્અંગેનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તો શિવસેનાના પૂર્વ વડા બાલ ઠાકરેની બાયોપિક આવી ગઇ છે. શિવસેનાના તમિલ એકમે તેમાં થોડા દ્રશ્યો કાપી નાંખવાની માગ કરી હતી. તેમનું કહેવું હતું કે ફિલ્મમાં દક્ષિણ ભારતીયો અને ખાસ તો તમીલિયનોને ખરાબ ચિતરવામાં આવ્યા હતા. તેમનું માનવું છે કે વિવાદાસ્પદ દ્રશ્યોના કારણે મરાઠી અને તમીલિયનો વચ્ચે આના કારણે ટેન્શન વધશે.
- ઇન્દર સાહની
Comments
Post a Comment